Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગ (Surat Civil Hospital Ragging) અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એન્ટિ-રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલ અને તપાસના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ચાર ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ફર્સ્ટ યરના આશરે 10 રેસિડેન્ટ ડૉક્ટરોને સિનિયર ડૉક્ટરો દ્વારા સતત માનસિક દબાણ અને ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ છે. આ સમગ્ર મામલામાં એક સિનિયર મહિલા ડૉક્ટર દીક્ષિતા ઘેવરીયાની ભૂમિકા પણ તપાસ હેઠળ હોવાનું સામે આવ્યું છે. તેમના પર અન્ય સિનિયર ડૉક્ટરો સાથે મળીને જુનિયર ડૉક્ટરો પર દબાણ બનાવવાના આક્ષેપ થયા છે.
‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’ જેવા શબ્દોના આક્ષેપ
રેસિડેન્ટ ડૉક્ટરો સાથેના વર્તન અંગે ગંભીર વિગતો સામે આવી છે. જુનિયર ડૉક્ટરોને સિનિયરોના આદેશનું તાત્કાલિક પાલન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ છે. ‘અમે તમારા બોસ, તમે અમારા સ્લેવ’ જેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આ આક્ષેપો અંગે એન્ટિ-રેગિંગ (Surat Civil Hospital Ragging) કમિટી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Surat Civil Hospital Ragging: HODને ફરિયાદ કરી હોવા છતાં તાત્કાલિક પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ
ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના આશરે બે દિવસ પહેલાં જ જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોએ વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને માનસિક ત્રાસ અંગે રજૂઆત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જુનિયર ડૉક્ટરો સોમવારે એકસાથે ડીન સમક્ષ ફરિયાદ કરવા જવાના હતા. જોકે, તે પહેલાં જ રવિવારે ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો.આ મામલે HOD સહિત ચાર ફેકલ્ટીની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા ચાર ફેકલ્ટીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ
1. ડૉ. સુમૈયા મુલ્લા: HOD તરીકે વિભાગમાં રેગિંગ (Surat Civil Hospital Ragging) અંગેની ફરિયાદ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપને પગલે નોટિસ.
2. ડૉ. સંગીતા રાજદેવ: એસોસિએટ પ્રોફેસર તરીકે રેગિંગની સ્થિતિ અંગે પૂરતું ધ્યાન ન આપવાના આક્ષેપ બદલ નોટિસ.
3. ડૉ. યોગિતા: આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થઈ રહ્યું હોવા છતાં યોગ્ય ધ્યાન ન આપવાના આક્ષેપને પગલે નોટિસ.
4. ડૉ. લતિકા શાહ: વિદ્યાર્થીઓના રેગિંગ (Surat Civil Hospital Ragging) અંગે દેખરેખ રાખવામાં બેદરકારી દાખવવાના આક્ષેપસર નોટિસ.

CCTV ફૂટેજ મામલે પણ સવાલો
ડૉ. હર્ષ પંડ્યાના મોત બાદ હોસ્ટેલ અને માઈક્રોબાયોલોજી વિભાગના CCTV ફૂટેજને લઈને પણ સવાલો ઉઠ્યા છે. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસને CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો છે.હોસ્ટેલ અને માઈક્રોબાયોલોજી વિભાગના સર્વર મેન્ટેનન્સના કારણે બંધ હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તપાસ માટે જરૂરી CCTV ફૂટેજ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
40 લાખના બોન્ડનું દબાણ પણ એક મુદ્દો
મૃતક ડૉ. હર્ષ પંડ્યા શાંત અને સભ્ય સ્વભાવના હોવાનું તેમના સાથી તબીબો દ્વારા જણાવાયું છે. તેમણે ફિલિપાઈન્સમાંથી MBBS કર્યા બાદ NEET-PG પાસ કરીને માઈક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો.આપઘાતના એક દિવસ પહેલાં તેમણે એક સાથી તબીબને 40 લાખ રૂપિયાના બોન્ડ અંગે વાત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી નિયમો મુજબ PG અભ્યાસ અધવચ્ચે છોડવા પર મોટી રકમનો બોન્ડ ભરવાનો પ્રશ્ન હોવાથી તેઓ આર્થિક અને માનસિક દબાણમાં હોવાનું જણાવાયું છે.આ બોન્ડના કારણે વિભાગ છોડવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાની વાત તેમણે કરી હોવાનું સામે આવ્યું છે.
7 વર્ષમાં 4 રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાતનો દાવો
સુરત સિવિલ કેમ્પસમાં રેગિંગ (Surat Civil Hospital Ragging) અને માનસિક ત્રાસના મુદ્દે અગાઉ પણ ગંભીર ઘટનાઓ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષમાં કુલ ચાર રેસિડેન્ટ ડૉક્ટરોએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.આમાં ડૉ. ધવલનું 2018નું અને ડૉ. લોકેશનું 2024નું પ્રકરણ પણ સામેલ હોવાનું જણાવાયું છે. હવે ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત બાદ ફરી એકવાર રેસિડેન્ટ ડૉક્ટરોની માનસિક સુરક્ષા, રેગિંગ (Surat Civil Hospital Ragging) વિરોધી વ્યવસ્થા અને ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
રેગિંગ સામેની વ્યવસ્થા પર સવાલ
આ સમગ્ર ઘટનાએ મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરો માટે સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને ફરિયાદ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી કેમ ન થઈ, CCTV ફૂટેજ મેળવવામાં વિલંબ કેમ થયો અને રેગિંગ (Surat Civil Hospital Ragging)ની ફરિયાદો પર જવાબદારી કોની હતી તે અંગે તપાસ મહત્વની બની છે.હાલમાં ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે અને ચાર ફેકલ્ટીને કારણદર્શક નોટિસ અપાઈ છે. આગળની તપાસમાં રેગિંગ (Surat Civil Hospital Ragging)ના આક્ષેપો, સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અને ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત સાથેના સંભવિત સંબંધ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:સુરત સિવિલના ડૉ. હર્ષ પંડ્યા કેસમાં મોટો ખુલાસો: 4 સિનિયર રેસિડેન્ટ સસ્પેન્ડ, રેગિંગની તપાસ તેજ
આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, મોડાસામાં ભારે ગમગીની વચ્ચે અંતિમ વિદાય
આ પણ વાંચો:રેગિંગ મુદ્દે ભાવનગરમાં સરકારનો મોટો એક્શન! સર.ટી. હોસ્પિટલમાં અધિકારીઓ બદલાયા, HOD સસ્પેન્ડ
