IND vs ZIM/ ઝિમ્બાબ્વે સામે ભારતની કારમી હારના 5 કારણો

કેપ્ટન સિકંદર રઝાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. જ્યારે તે રમવા આવ્યો ત્યારે ટીમે 40 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રઝાએ મધવરે સાથે ત્રીજી……..

Trending Sports

Sports News: ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા છે. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે ઝિમ્બાબ્વેની આ ત્રીજી જીત છે. આ જીત સાથે જ યજમાન ટીમે 5 મેચની સિરાઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચે 8 વર્ષ પહેલા રમાયેલી મેચની યાદ અપાવી હતી, જેમાં ભારતનો 2 રને પરાજય થયો હતો. તો ભારતની કારમી હારના 5 કારણો જાણો.

મેચ વિનર- સિકંદર રઝા​​​​​​​

કેપ્ટન સિકંદર રઝાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. જ્યારે તે રમવા આવ્યો ત્યારે ટીમે 40 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રઝાએ મધવરે સાથે ત્રીજી વિકેટ માટે 11 રન અને ડીયોન માયર્સ સાથે ચાર વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી હતી. સિકંદરે 19 બોલમાં એક સિક્સ અને એક ફોરની મદદથી 17 રન બનાવ્યા હતા. ત્યારપછી બોલિંગમાં ભારતીય કેપ્ટન શુભમન ગીલને આઉટ કરીને મેચમાં પલટો આવ્યો હતો. તેણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

ટર્નિંગ પોઈન્ટ: ગિલની વિકેટ, 31 રન બનાવીને આઉટ

શુભમન ગિલે 31 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં મેચ ભારતની હાર થતી જોવા મળી હતી. તે ભારતીય કેપ્ટન શુભમન ગિલની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. જ્યારે ગિલ આઉટ થયો ત્યારે ભારતીય ટીમને 58 બોલમાં 69 રન બનાવવાના હતા અને તેની 4 વિકેટ હાથમાં હતી. ગિલના આઉટ થયા બાદ ઝિમ્બાબ્વેના બોલરોનો દબદબો વધી ગયો હતો. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર મેચનો ફાઇટર હતો. તે અંત સુધી ઊભો રહ્યો અને 34 બોલમાં 27 રન બનાવ્યા. સુંદરે તેની 4 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહીં.

હારના 5 કારણો

10મી વિકેટની ભાગીદારી હળવાશથી લીધી ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. આ નિર્ણય સાચો સાબિત થઈ રહ્યો હતો અને ટીમે ઝિમ્બાબ્વેને 16 ઓવરમાં 90 રન પર 9 ઝટકા આપ્યા હતા. અહીંથી ભારતીય બોલરો છેલ્લી વિકેટ લઈ શક્યા ન હતા. વિકેટકીપર ક્લાઈવ મદાંદેએ 29 રન બનાવ્યા, તેણે તેંદાઈ ચતારા સાથે 25 રનની ભાગીદારી કરી અને સ્કોર 115 સુધી પહોંચાડ્યો. ભારતના 13 રનના લક્ષ્યાંકમાં આ સૌથી મોટો તફાવત બન્યો.

ડેબ્યૂ મેચ રમી રહેલા ત્રણેય ખેલાડીઓએ નિરાશ કર્યા હતા ઝિમ્બાબ્વે પ્રવાસને ધ્યાનમાં રાખીને ભારતે 3 ખેલાડીઓને ડેબ્યૂ કેપ આપી. ઓપનર અભિષેક શર્મા 4 બોલ રમ્યા બાદ પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. નંબર-4 પર આવેલો રિયાન પરાગ 3 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિકેટકીપર ધ્રુવ જુરેલ 14 બોલમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.

શુભમનને સાથ ન મળ્યો, 50ની અંદર 6 વિકેટ ગુમાવી દીધી ભારતના ત્રણેય નવોદિત બેટ્સમેન મળીને 10 રન પણ બનાવી શક્યા ન હતા. જેના કારણે ભારત પર દબાણ હતું અને ટીમે 43 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ એક છેડે ઊભો રહ્યો, પરંતુ તેને કોઈનો સાથ મળ્યો નહીં. તે 11મી ઓવરમાં સિકંદર રઝાનો શિકાર પણ બન્યો હતો, તેણે 31 રન બનાવ્યા હતા.

સુંદર એકલો રહી ગયો ભારતે 47 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ વોશિંગ્ટન સુંદરે કમાન સંભાળી હતી. પરંતુ તેની સામે રવિ બિશ્નોઈ 9 રન બનાવીને અને અવેશ ખાન 16 રન બનાવીને આઉટ થયા હતા. ટીમે 84 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમે 86 રનના સ્કોર પર મુકેશ કુમારના રૂપમાં 9મી વિકેટ પણ ગુમાવી હતી. સુંદરે અહીંથી પણ પ્રયાસ કર્યો, પરંતુ તે ટીમને માત્ર 102 રન સુધી જ લઈ જઈ શક્યો. તે 34 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો.

રઝા-ચતારાની શાનદાર બોલિંગ ઝિમ્બાબ્વેના માત્ર 2 બોલરોએ 6 થી વધુની ઈકોનોમી સાથે રન ખર્ચ્યા. આમાં પણ સિકંદર રઝાએ 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ટીમના 4 બોલરોની ઈકોનોમી 5 કરતા ઓછી હતી. તેંદાઈ ચતારાએ 16 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે બ્રાયન બેનેટ, વેલિંગ્ટન મસાકદજા અને બ્લેસિંગ મુઝારબાનીને 1-1 સફળતા મળી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેની પ્રથમ મેચ હારી

આ પણ વાંચો: આજથી ભારત સામે ઝિમ્બાબ્વેની પાંચ T20 સિરિઝ મેચ શરૂ, ક્યારે અને કઈ રીતે લાઈવ જોઈ શકશો…