Eating Half Capacity: આજના સમયમાં આપણી ખાવાની આદતો ખૂબ જ બદલાઈ ગઈ છે. આપણે ઘણીવાર સ્વાદના ચક્કરમાં ભૂખ કરતા વધુ ખાઈ લઈએ છીએ, જે અંતે ગેસ, એસિડિટી અને સ્થૂળતા જેવી સમસ્યાઓનું કારણ બને છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે જો તમે તમારી ક્ષમતા કરતા થોડું ઓછું એટલે કે ‘હાફ કેપેસિટી’ મુજબ ખાઓ છો, તો તે તમારા શરીર માટે કોઈ અમૃતથી કમ નથી. નિષ્ણાતોના મતે, ઓછું ખાવાથી માત્ર પાચનતંત્ર જ નહીં પણ મગજ પણ વધુ કાર્યક્ષમ બને છે. જાણીએ ઓછું ખાવાના મુખ્ય ફાયદા .
પાચનતંત્ર માટે આરામ:
જ્યારે તમે પેટને સંપૂર્ણપણે ભરી દો છો, ત્યારે પાચન અંગોને ખોરાકને વલોવવામાં તકલીફ પડે છે. આયુર્વેદ અનુસાર, પેટના 3 ભાગ કરવા જોઈએ: અડધું પેટ ઘન ખોરાક (Solid food) થી, ચોથો ભાગ પ્રવાહી (Liquid) થી ભરવો જોઈએ અને બાકીનો ચોથો ભાગ હવા માટે ખાલી રાખવો જોઈએ. આનાથી પાચન રસ (Digestive juices) સારી રીતે કામ કરી શકે છે.
ઉર્જામાં વધારો: (Eat)
ભૂખ કરતા વધુ ખાવાથી (Eat) શરીરમાં સુસ્તી અને આળસ આવે છે. તેનાથી વિપરીત, ઓછું ખાવાથી તમે હળવાશ અનુભવો છો અને તમારી કાર્યક્ષમતા વધે છે. તમારું શરીર ખોરાક પચાવવા પાછળ બધી ઉર્જા વાપરવાને બદલે અન્ય કાર્યોમાં વાપરી શકે છે.
વજન નિયંત્રણ:
સ્થૂળતા ઘટાડવા માટે આ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. ઓછું ખાવાથી કેલરી ઈન્ટેક કુદરતી રીતે ઘટે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
માનસિક શાંતિ અને એકાગ્રતા:
વધુ પડતું ખાવાથી મગજમાં લોહીનો પ્રવાહ પાચનતંત્ર તરફ વળી જાય છે, જેનાથી એકાગ્રતા ઘટે છે. ઓછું ખાવાથી (Eat) મન શાંત રહે છે અને તમારી વિચારવાની શક્તિ તેજ બને છે.
નિષ્ણાતોની ખાસ ટિપ્સ:
ચાવીને ખાઓ: ખોરાકને એટલો ચાવો (Eat) કે તે મોંમાં જ પ્રવાહી બની જાય. આનાથી તમે ઓછું ખાશો (Eat) તો પણ તૃપ્તિનો અનુભવ થશે.
ધીમેથી જમો: મગજને પેટ ભરાઈ ગયાનો સંકેત મળતા 20 મિનિટ લાગે છે. તેથી ધીમે ખાવાથી (Eat) તમે ઓવર-ઈટિંગથી બચી શકો છો.
ભૂખ લાગે ત્યારે જ ખાઓ: ઘડિયાળ જોઈને નહીં, પણ જ્યારે પેટમાં ખરેખર ભૂખ લાગે ત્યારે જ જમવાનો આગ્રહ રાખો.
‘હાફ કેપેસિટી’ એટલે ભૂખમરો નથી, પણ સભાનપણે ખાવાની આદત છે. આ નાનકડો ફેરફાર તમારા જીવનમાં લાંબા ગાળે અનેક રોગોને દૂર રાખી શકે છે. આજે જ તમારી ખાવાની (Eat) પ્લેટમાં થોડો ઘટાડો કરો અને સ્વસ્થ જીવન તરફ ડગ માંડો.
આ પણ વાંચો: હોળીના પાકા રંગો ચહેરા પરથી નથી નીકળતા? આ દેશી ઉબટન મિનિટોમાં કરશે કમાલ, જાણો બનાવવાની રીત
આ પણ વાંચો : હોળીના રંગોમાં ભંગ ન પડે તે માટે આંખોની કાળજી રાખવી છે જરૂરી, અપનાવો આ સરળ ટિપ્સ
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!





