Not Set/ ભરૂચનાં પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત : 7 લોકોનાં મોત

ભરૂચ, રાજસ્થાનનાં શિરોહી-શિવગંજ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં ભરૂચનાં વતનીઓ હોવાની પણ વિગતો સામે આવી છે. મૂળ રાજસ્થાનના અને ભરૂચમાં જ્યોતિષ તરીકે કાર્યરત પ્રવીણભાઈ ભરૂચનો પરિવાર રાજસ્થાન ગયો હતો. જોધપુરથી કાર લઈને પરત આવતાં પાલડી  પોલીસ મથકની હદમાંથી પસાર થતાં કાર ચાલકે […]

Gujarat Trending

ભરૂચ,

રાજસ્થાનનાં શિરોહી-શિવગંજ નેશનલ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં ભરૂચનાં વતનીઓ હોવાની પણ વિગતો સામે આવી છે.

મૂળ રાજસ્થાનના અને ભરૂચમાં જ્યોતિષ તરીકે કાર્યરત પ્રવીણભાઈ ભરૂચનો પરિવાર રાજસ્થાન ગયો હતો. જોધપુરથી કાર લઈને પરત આવતાં પાલડી  પોલીસ મથકની હદમાંથી પસાર થતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ ચાલી જતાં એક ટ્રક સાથે ભટકાઈ હતી. બાદમાં કાર રોડ સાઈડ ઉપર જઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનાં ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે સ્થળ ઉપર લોકો એકઠા થઈ ગયા હતા.

પોલીસને ઘટનાની જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજપરનાં તબીબોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 7 ઉપર પહોંચ્યો હતો.