National News/ પંજાબમાં નશાનો આતંક, લાચાર માતાની વેદના સાંભળી પથ્થર દિલ પણ પીગળી જશે; જાણો શું છે સમગ્ર મામલો

પંજાબના કપૂરથલા (Kapurthala) માં નશાના કારણે એક જ પરિવારના 4 દીકરાઓના મોત થયા છે. પાંચમો દીકરો પણ ગંભીર હાલતમાં છે. પોલીસ સ્ટેશનની બાજુમાં જ નશો વેચાતો હોવાના આક્ષેપ સાથે વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Top Stories NATIONAL India
Kapurthala

Kapurthala Drugs Tragedy:  પંજાબમાં નશામુક્તિના સરકારી દાવાઓની પોલ ખોલતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. કપૂરથલા (Kapurthala) ના સુલતાનપુર લોધી સ્થિત પંડોરી મહોલ્લામાં નશાના વેપારે એક વૃદ્ધ માતાની દુનિયા ઉજ્જડ કરી દીધી છે. ‘ચિટ્ટા’ (નશીલા પદાર્થ) ના કારણે આ માતાએ પોતાના 4 જુવાનજોધ દીકરાઓને સ્મશાન ભેગા કર્યા છે અને હવે છેલ્લો દીકરો પણ હોસ્પિટલના બિછાને મોત સામે જંગ લડી રહ્યો છે.

એક માતાની કરુણ આક્રંદ

સંતોષ કુમારી (કાલ્પનિક નામ) નામના આ મહિલા જણાવે છે કે, “મારી નજર સામે મારા ચાર દીકરાઓ નશાની ભેટ ચઢી ગયા. હવે પાંચમો અને છેલ્લો દીકરો પણ પથારીમાં છે, ડોક્ટરોએ જવાબ આપી દીધો છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં ચૂલો પણ નથી સળગ્યો, કારણ કે હવે ખવડાવનાર કોઈ રહ્યું નથી.” આ માત્ર એક મહિલાની વ્યથા નથી, પરંતુ પંડોરી મહોલ્લાના અનેક ઘરોની આ જ કહાની છે.

Kapurthala

Kapurthala પોલીસ સ્ટેશનની બાજુમાં જ વેચાય છે મોતનું સમાન?

સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે આ નશાનો કારોબાર (Kapurthala) કોઈ અવાવરુ જગ્યાએ નહીં, પણ સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં ચાલી રહ્યો છે.

બેખોફ તસ્કર: સ્થાનિક મહિલાઓનો આરોપ છે કે તસ્કર મોઢે રૂમાલ બાંધી મોટરસાયકલ પર આવે છે અને પોલીસ સ્ટેશનની આસપાસ જ ‘ચિટ્ટા’ ની પડીકીઓ વેચીને ફરાર થઈ જાય છે.

ઘરવખરી વેચવા મજબૂર: યુવાનો નશાની લત પૂરી કરવા માટે ઘરના વાસણો અને કિંમતી સામાન પણ વેચી રહ્યા છે. ‘બાબા નાનકની નગરી’ ગણાતા આ પવિત્ર સ્થાન પર નશાનું આ તાંડવ વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે.

પોલીસની કામગીરી પર સવાલ

જ્યારે મીડિયા અને લોકોનો જમાવડો વધ્યો ત્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, કડક કાર્યવાહીના આશ્વાસનને બદલે એએસઆઈ (ASI) સુબેગ સિંહે લોકોને શિખામણ આપતા કહ્યું કે, “તમે બધા ભેગા થઈને જાતે જ તસ્કારોને પકડો અને માતાઓ પોતાના બાળકોને નશો કરતા અટકાવે.” પોલીસના આ વલણથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ગામના વડીલો પોતાના પૌત્રોને બચાવવા માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે.


આ પણ વાંચો :  રાજસ્થાનમાં એમડી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ

આ પણ વાંચો :  નાસિકમાં કાર કૂવામાં પડી, એક જ પરિવારના 9 સભ્યોના મોત; 6 માસૂમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત,  5ના મોત, 20થી વધુ ઘાયલ