Breaking News: મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે 2 એપ્રિલ, બુધવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં બે પેસેન્જર બસ અને એક બોલેરો જીપ એટલે કે ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
અકસ્માત બુધવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે એક હાઇ સ્પીડ બોલેરો પેસેન્જર બસ સાથે પ્રથમ અથડાઈ હતી. આ પછી હાઇવે પર પાછળથી આવતી ખાનગી પેસેન્જર બસે અકસ્માત સર્જતા વાહનોને ટક્કર મારી હતી.
અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સ્થળની સફાઈ કરી હતી.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક
આ પણ વાંચો:મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દુ:ખદ અકસ્માત, શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થીનું મોત
આ પણ વાંચો:મહારાષ્ટ્રના ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગમખ્વાર અકસ્માત, 3 બાળકોના મોત, 5 લોકોની હાલત ગંભીર