Anand News/ આણંદમાં કાંસમાં ડૂબી જતા 9 વર્ષનાં બાળકનું મોત

આણંદ શહેરમાં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સર્જાયેલી એક દુઃખદ ઘટનામા 9 વર્ષનાં બાળકનું કાંસમાં ડૂબી (Drowned)જવાથી કરુણ મોત થયું છે

Gujarat Others
આણંદ (Anand)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સર્જાયેલી એક દુઃખદ ઘટનામા 9 વર્ષનાં બાળકનું કાંસમાં ડૂબી (Drowned)જવાથી કરુણ મોત થયું છે

Anand News : આણંદ (Anand)માં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે સર્જાયેલી એક દુઃખદ ઘટનામા 9 વર્ષનાં બાળકનું કાંસમાં ડૂબી (Drowned)જવાથી કરુણ મોત થયું છે. ઘટના એસપી કચેરી નજીક આવેલા કાંસ વિસ્તારમાં બની હતી, જ્યાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો.

મળતી માહિતી મુજબ, બાળક કાંસ નજીક પહોંચી હતી ત્યારે અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ટીમે ભારે જહેમત બાદ ગળા સુધીના પાણીમાંથી બાળકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોએ તમામ પ્રયાસો છતાં બાળકને બચાવી શક્યા નહોતા અને સારવાર દરમિયાન બાળકનું મોત (Child Death)નિપજ્યું હતું.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. તંત્ર દ્વારા બાળકના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભારે વરસાદ દરમિયાન નદી, કાંસ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જતાં સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો :  કેશોદ વોટરપાર્કમાં બાળકનું ડૂબી જવાથી મોત

આ પણ વાંચો :  જામનગરના હોલી ડે વોટર પાર્કમાં કરુણ ઘટના: 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

આ પણ વાંચો :  જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા 3 પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાથી મોત