Lockdown/ 4 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત, રાજ્યમાં ફરી લોકડાઉન નહીં આવે – CM રુપાણી

લોકડાઉન અને કરફ્યુનાં કારણે લોકોમાં ભારે અટકળો અને અસમંજસ જોવામાં આવી રહી છે. તમામ જગ્યાએ લોકડાઉન માટે અનેક અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે,

Gujarat Others
In new year, the state government gave a gift to IPS of Gujarat By giving it a promotion
  • રાત્રી કરફ્યુ અંગે સીએમ વિજય રૂપાણીનું નિવેદન
  • 4 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે
  • કોરોના સંક્રમણ અટકાવવા સરકારનો નિર્ણયઃરૂપાણી
  • રાજ્યમાં ફરી લોકડાઉન નહીં આવે
  • કોરોના મહામારી રોકવા સરકાર કટિબદ્ધઃ સીએમ
  • લોકોને સારવાર મળે તે અમારી પ્રાથમિકતા
  • વેક્સિન ચાર તબક્કામાં અપાશે

લોકડાઉન અને કરફ્યુનાં કારણે લોકોમાં ભારે અટકળો અને અસમંજસ જોવામાં આવી રહી છે. તમામ જગ્યાએ લોકડાઉન માટે અનેક અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તમામ અસમંજસનો અંત આણતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે, ગુજરાતમાં કોઇ પણ પ્રકારનું લોકડાઉન નહી આવે.

જી હા, રાત્રી કરફ્યુ અંગે સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. CM દ્વારા કહેવામાં આવ્યું છે કે, 4 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે અને કોરોના સંક્રમણને વધતો અટકાવવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  રૂપાણી દ્વારા આ મામલે સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ફરી લોકડાઉન નહીં આવે. લોકડાઉન મામલે ચાલતી અટકળો ફક્ત અફવા જ છે. હા, કોરોના મહામારી રોકવા સરકાર કટિબદ્ધ છે. અને લોકોને સારવાર મળે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જો કે, ગુજરાત માટે સારા સમાચાર એ છે કે, કોરોનાની ગુજરાતમાં આવી ગઇ છે અને તેનુ પરિક્ષણ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં વેક્સિન ચાર તબક્કામાં અપાવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…