Not Set/ હની સિંહના ‘મખના’ ગીત પર વિવાદ, મોહાલીમાં નોંધાયો કેસ

મોહાલીમાં રૈપ સિંગર હની સિંહ વિરુદ્ધ જુદા જુદા કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. હની સિંહને તેમના નવા ગીત ‘મખના’ માં મહિલાઓ વિશેના વાંધાજનક અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. જેના માટે મહિલા કમિશને પંજાબ પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. રાજ્ય મહિલા કમિશનની ફરિયાદ પર હની સિંહ અને ભૂષણ કુમાર સામે પંજાબના મોહાલીમાં મટૌર […]

Top Stories Entertainment

મોહાલીમાં રૈપ સિંગર હની સિંહ વિરુદ્ધ જુદા જુદા કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. હની સિંહને તેમના નવા ગીત ‘મખના’ માં મહિલાઓ વિશેના વાંધાજનક અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. જેના માટે મહિલા કમિશને પંજાબ પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી.

રાજ્ય મહિલા કમિશનની ફરિયાદ પર હની સિંહ અને ભૂષણ કુમાર સામે પંજાબના મોહાલીમાં મટૌર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બંને પર સેક્શન 294 (ગીતો દ્વારા અશ્લીલતા ફેલાવા) અને 506 (ધમકાવવા) સહિત અન્ય કલમો આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મનીષા ગુલાટી મુજબ મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ગીતને પંજાબમાં બેન કરવુ જોઇએ. જણાવી દઇએ કે, આ ગીતને ડિસેમ્બર 2018માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને હની સિંહ અને નેહા કક્કડે ગાયુ છે. ટી-સીરીઝનાં યૂટ્યૂબ ચેનલ પર તેને રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને આજે પણ ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે. ગીતનાં બોલ હની સિંહનાં જ છે. જણાવી દઇએ કે, વર્ષ 2013માં હની સિંહનાં ગીત ‘મે હૂ બલાત્કારી’ને લઇને ઘણો વિવાદ ઉભો થયો હતો.

હની સિંહને તાજેતરમાં જ આ ગીત માટે બેસ્ટ નોન-ફિલ્મી સોન્ગનો એવોર્ડ મળ્યો હતો. તેટલુ જ નહી, હની સિંહ પોતાના ચાર્ટબસ્ટર ગીત ‘દિલ ચોરી’ માટે ‘સોન્ગ ઓફ દ યર’ એવોર્ડ પણ પોતાના નામે ચુક્યો છે. ભારતમાં હની સિંહનાં કરોડો ચાહક છે. તમે તેના કોઇ પણ ગીત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે એકવાર તો પોતાનું નામ બોલે જ છે. ભારતમાં હિપ-હોપ અને રેંપ સંગીતનું બીજુ નામ હની સિંહ છે. જ્યારે સંગીતની આ બે શૈલીને યાદ કરવામાં આવે છે ત્યારે હની સિંહનું જ નામ જીભ પર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.