Not Set/ #Corona/ કપિરાજ પર કોરોના વેક્સીનનાં સફળ ટ્રાયલ બાદ હવે માણસો પર તેનું ટ્રાયલ શરૂ

કોરોના વાયરસ સંકટ વચ્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ અહેવાલ આપ્યો છે કે આ રસીએ વાંદરાઓ પર કામ કર્યું છે. જે બાદ તેનુ ટ્રાયલ મનુષ્ય પર શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વાંદરાઓ પર રસીનું ટેસ્ટ કર્યું હતું, જેને સફળ માનવામાં આવે છે. જે બાદ યુકેમાં ગત અઠવાડિયાથી તેની માનવીઓ પર ટ્રાયલ શરૂ થઈ ગઈ […]

World
0c0638180c0cf171e6f1d55d96e0d08d #Corona/ કપિરાજ પર કોરોના વેક્સીનનાં સફળ ટ્રાયલ બાદ હવે માણસો પર તેનું ટ્રાયલ શરૂ

કોરોના વાયરસ સંકટ વચ્ચે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ અહેવાલ આપ્યો છે કે આ રસીએ વાંદરાઓ પર કામ કર્યું છે. જે બાદ તેનુ ટ્રાયલ મનુષ્ય પર શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં વાંદરાઓ પર રસીનું ટેસ્ટ કર્યું હતું, જેને સફળ માનવામાં આવે છે. જે બાદ યુકેમાં ગત અઠવાડિયાથી તેની માનવીઓ પર ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.

રિસર્ચ કરી રહેલ ઓક્સફર્ડનું પ્લાન આવતા એક મહિને એટલે કે મે ની અંત સુધીમાં છ હજાર લોકો પર ટેસ્ટ કરવાનો છે. યુકે સરકારે આ સંશોધન માટે 20 મિલિયન પાઉન્ડ આપ્યાં છે. ઓક્સફર્ડનાં સંશોધનને વિશ્વવ્યાપી અન્ય વેક્સીન ટ્રાયલની તુલનામાં સૌથી ઝડપી ગણાવવામાં આવ્યું છે. જો બધું બરાબર થઈ જાય, તો સપ્ટેમ્બર સુધીમાં આ વેક્સીન બજારમાં આવી શકે છે. ચીનની એક ફાર્માસ્યુટિકલ કંપનીએ પણ દાવો કર્યો છે કે, વાંદરાઓ પર નોવેલ કોરોના વાયરસ રસીનું ટેસ્ટ સફળ રહ્યું છે. ચીની કંપની સિનોવૈક બાયોટેકે આઠ રીસસ મકાઉ વાંદરાઓ પર રસીનું ટેસ્ટિંગ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, આ રસી દ્વારા ટ્રાયલ દરમિયાન વાંદરાઓને ચેપથી બચાવવામાં આવ્યું હતું. કંપનીનાં જણાવ્યા મુજબ, આ રસી આંશિકથી પૂર્ણ સુધીનાં કોરોના વાયરસને દૂર કરે છે. વાંદરાઓને રસીનાં બે જુદા જુદા ડોઝ અપાયા હતા. ત્રણ અઠવાડિયા પછી આ વાંદરાઓ વાયરસનાં સંપર્કમાં આવ્યા, પરંતુ સંક્રમિત ન થયા.

કોરોના વાયરસથી સમગ્ર દુનિયા ચિંતિત છે. આ કિસ્સામાં, વિશ્વભરમાં તેની રસી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુકે, ચીન, યુએસએ, જર્મની સહિતનાં ઘણા દેશોમાં નિષ્ણાતો આના પર કામ કરી રહ્યા છે. ઘણા નિષ્ણાતો આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં અથવા વર્ષનાં અંત સુધીમાં રસી બનાવી દેવાનો દાવો પણ કરી રહ્યા છે. જો કે, આ વિશે કંઈ કહેવું ઉતાવળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.