Not Set/ સમગ્ર દુનિયામાં વોટ્સએપ, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકમાં આવી એરર, 9 કલાક સુઘી યૂઝર્સ થયા હેરાન

આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા પોતાનુ સ્ટેટસ મુકવા તો ઘણા કોઇને કોઇ સંદેશો આપવા આ સોશિયલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. આ દરેક માટે બુધવારનો દિવસ થોડો મુશ્કેલીભર્યો રહ્યો હતો. આપને જણાવી દઇએ કે, બુધવર સાંજથી અડધી રાત્રી સુધી સમગ્ર દુનિયામાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપ યૂઝ કરતા […]

Top Stories Tech & Auto
facebook and insta સમગ્ર દુનિયામાં વોટ્સએપ, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકમાં આવી એરર, 9 કલાક સુઘી યૂઝર્સ થયા હેરાન

આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા પોતાનુ સ્ટેટસ મુકવા તો ઘણા કોઇને કોઇ સંદેશો આપવા આ સોશિયલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. આ દરેક માટે બુધવારનો દિવસ થોડો મુશ્કેલીભર્યો રહ્યો હતો. આપને જણાવી દઇએ કે, બુધવર સાંજથી અડધી રાત્રી સુધી સમગ્ર દુનિયામાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપ યૂઝ કરતા યૂઝર્સને થોડી તકલીફ પડી હતી. વળી જો ટ્વિટરની વાત કરીએ તો તેમા ઘણા લોકોને ડાયરેક્ટ મેસેજ કરવામાં તકલીફ થઇ રહી હતી. અંદાજે 9 કલાક સુધી આ સોશિયલ વેબસાઇટ ઠપ થઇ ગઇ હતી. જેને લઇને યૂઝર્સે ફરિયાદો પણ કરી હતી.

ફેસબુકે આ આઉટલેટ વિશે ગુરુવારે પોતાના એક નિવેદનમાં કહ્યુ કે, તેના એપ અને સાઇટ પર ફાઇલ અપલોડ અને ડાઉનલોડ કરવામાં આવી રહેલી તકલીફને 9 કલાક બાદ ઠીક કરી દેવામાં આવી છે. હવે સમગ્ર દુનિયામાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા અનિશ્ચિત સમય માટે શરૂ કરી દેવામાં આવી છે.

facebook સમગ્ર દુનિયામાં વોટ્સએપ, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકમાં આવી એરર, 9 કલાક સુઘી યૂઝર્સ થયા હેરાન

સમગ્ર દુનિયામાં અંદાજે 9 કલાક સુધી આ સેવાઓ ઠપ થઇ જવાથી યૂઝર્સ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી, જે પછી આ સેવાઓ શરૂ કરી તો દેવામાં આવી પરંતુ સવાલ એ છે કે આવુ થયુ કેમ? યૂઝર્સની ફરિયાદ હતી કે ફેસબુક પર કોઇ ફોટો કે વીડિયો અપલોડ નથી થઇ રહ્યા. વળી ઈંસ્ટાગ્રામ પર ફીડ લોડ નથી રહી. તદઉપરાંત વોટ્સએપ પર લોકો મેસેજ અને ફોટો/વીડિયો મોકલી શકતા હતા પરંતુ તેને ડાઉનલોડ નહોતી કરી શકતા. વોટ્સએપ પર કોઇ પણ ફાઇલ ડાઉનલોડ કરવા પર નેટવર્ક એરર બતાવી રહ્યુ હતુ. જો કે નેટવર્ક પર કોઇ સમસ્યા નહોતી. આ મુદ્દે એરટેલે ખુદ તેમના કસ્ટમરને મેસેજ કરી પુષ્ટી કરી હતી.

ફેસબુકનું કહેવુ છે કે, આ સમસ્યા રૂટીન મેઇન્ટેનન્સ ઓપરેશન દરમિયાન એક ભૂલનાં કારણે થઇ હતી. જો કે ફેસબુકે આ વિશે કોઇ વિસ્તાર પૂર્વક જાણકારી આપી નથી. જણાવી દઇએ કે, આ પહેલા માર્ચમાં પણ ફેસબુક અને ઈંસ્ટાગ્રામની વેબસાઇટ ઠપ થઇ ગઇ હતી. ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં યૂઝર્સની વાત કરીએ તો પૂરી દુનિયામાં ફેસબુકનાં 230 કરોડ મંથલી એક્ટિવ યૂઝર્સ છે તો ઈંસ્ટાગ્રામનાં 1 અરબથી વધુ લોકો ઉપયોગ કરે છે.

640 0 5d1cc75659b0a સમગ્ર દુનિયામાં વોટ્સએપ, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકમાં આવી એરર, 9 કલાક સુઘી યૂઝર્સ થયા હેરાન

ઉલ્લેખનીય છે કે, આ સોશિયલ વેબસાઇટમાં અચાનક એરર આવતા મોટાભાગનાં લોકો પોતાના મોબાઈલમાં પ્રોબ્લમ્સ આવ્યો હોવાનુ માની રહ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે કંપનીએ હવે યૂઝર્સને ખુશ કરતા એકવાર ફરી આ સેવાઓ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.