નિવેદન/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બિલ્કિસબાનોના કેસમાં આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું….

બિલ્કીસ બાનો ગેંગ રેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા

Top Stories India
17 2 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બિલ્કિસબાનોના કેસમાં આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું....

ગુજરાતમાં બહુચર્ચિત કેસ બિલ્કિસબાનોના આરોપીઓને 15મી ઓગસ્ટે ભલામણ સમિતિના આધારે છોડી મૂકવામાં આવ્યા હતા જેના લીધે દેશના લઘુમતીમાં  ભારે નારાજગી જોવા મળી રહી છે,આરોપીઓનો સ્વાગત કરતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતના 2002ના બિલ્કીસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈપણ ગુનાના આરોપીઓને સન્માનિત કરવામાં આવે તે ખોટું છે અને આવા કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં. ભંડારા જિલ્લામાં ત્રણ પુરૂષો દ્વારા 35 વર્ષીય મહિલાના કથિત જાતીય હુમલા અંગે રાજ્ય વિધાન પરિષદમાં ચર્ચાના જવાબમાં ફડણવીસે કહ્યું કે બિલકિસ બાનોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવો જોઈએ નહીં.

ફડણવીસ કે જેઓ રાજ્યના ગૃહ મંત્રાલયનો હવાલો પણ સંભાળી રહ્યા છે, તેમણે કહ્યું, “આરોપીઓ 14 વર્ષ જેલમાં વિતાવ્યા પછી લગભગ 20 વર્ષ પછી મુક્ત થયા છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મુક્ત થયા પરંતુ જો કોઈ આરોપીનું સન્માન અને સ્વાગત કરવામાં આવે તો તે ખોટું છે. આરોપી આરોપી છે અને આ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે  કે બિલ્કીસ બાનો ગેંગ રેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતની ભાજપ સરકારે માફી નીતિ હેઠળ તેમની અકાળ મુક્તિને મંજૂરી આપ્યા બાદ ગોધરા જેલમાંથી બહાર આવેલા દોષિતોનું પુષ્પાંજલિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગોધરા પછીના રમખાણો દરમિયાન 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. આરોપ છે કે તે સમયે બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોએ નિરમાની હત્યા કરી હતી.