Hijab Row/ કર્ણાટકમાં હિજાબ મામલે 9 જિલ્લામાં કલમ 144 લાગુ,તણાવભરી સ્થિતિ

તુમાકુરુ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં કોલેજો ફરી શરૂ થયા બાદ સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે

Top Stories India
4 17 કર્ણાટકમાં હિજાબ મામલે 9 જિલ્લામાં કલમ 144 લાગુ,તણાવભરી સ્થિતિ

કર્ણાટકમાં હિજાબનો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. રાજ્યની બસવરાજ બોમાઈ સરકારે હવે તુમાકુરુ જિલ્લામાં પણ કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં કોલેજો ફરી શરૂ થયા બાદ સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. પ્રશાસન શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ આદેશ તમામ શૈક્ષણિક સંસ્થાઓથી 200 મીટરના અંતરે લાગુ પડશે. અગાઉ, ઉડુપી જિલ્લા પ્રશાસને કલમ 144 લાગુ કરી હતી કે 19 ફેબ્રુઆરી સુધી, આ નિયમ તમામ વિસ્તારોમાં સ્થિત હાઈસ્કૂલની આસપાસ લાગુ રહેશે. અત્યાર સુધી જે જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમાં બાગલકોટ, બેંગલુરુ, ચિક્કાબાલાપુરા, ગડક, શિમોગા, મૈસુર અને દક્ષિણ કર્ણાટકનો સમાવેશ થાય છે.

કર્ણાટક સરકારે તમામ પ્રકારની રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત સ્લોગન ચોંટાડવા, ગીતો વગાડવા અને ભાષણ આપવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે જાહેરાત કરી હતી કે હિજાબના વિરોધ દરમિયાન બંધ કરાયેલી તમામ પ્રિ-યુનિવર્સિટી કોલેજો અને ડિગ્રી કોલેજો 16 ફેબ્રુઆરીથી ખુલશે. કોઈપણ વિવાદને રોકવા માટે અનેક શહેરો અને શાળાઓની નજીક પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.