China/ યુદ્વનું કાઉન્ટડાઉન શરૂ! ચીને તાઇવાન પર નાકાબંધી કરતા અમેરિકાએ મોકલ્યું યુદ્વ જહાજ

યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસી પરત ફરતાની સાથે જ ચીને તાઈવાનને સરહદ બ્લોક કરી દીધી છે, એટલું જ નહીં ચીને તાઈવાનને અડીને આવેલા વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધો છે

Top Stories World
8 7 યુદ્વનું કાઉન્ટડાઉન શરૂ! ચીને તાઇવાન પર નાકાબંધી કરતા અમેરિકાએ મોકલ્યું યુદ્વ જહાજ

યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસી પરત ફરતાની સાથે જ ચીને તાઈવાનને સરહદ બ્લોક કરી દીધી છે, એટલું જ નહીં ચીને તાઈવાનને અડીને આવેલા વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. આ કવાયત માટે ચીન તરફથી ઘણા યુદ્ધજહાજ, ફાઈટર જેટ, મિસાઈલો તૈનાત કરવામાં આવ્યા છે. ચીન તાઈવાન સરહદથી માત્ર 9 નોટિકલ માઈલ દૂર સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. અમેરિકા પણ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચીનના દાવપેચને જોતા અમેરિકાએ તેના યુદ્ધ જહાજ USS રોનાલ્ડ રીગનને તાઈવાન નજીક ફિલિપાઈન્સ સમુદ્રમાં મોકલ્યું છે.

ચીનના દાવપેચ અંગે તાઈવાને કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. પરંતુ અમે સંઘર્ષ ઇચ્છતા નથી. બીજી તરફ અમેરિકાએ પણ ચીનને નેન્સી પેલોસીની મુલાકાતને સંકટમાં ન ફેરવવાની ચેતવણી આપી છે.

વાસ્તવમાં નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ચીન ગુસ્સે છે. તેણે અગાઉ પણ અમેરિકાને આ પ્રવાસ મુલતવી રાખવા કહ્યું હતું. ઉપરાંત, તાઇવાનને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. હવે ચીને નેન્સી પેલોસી પરત આવતા જ સમુદ્રમાં સૈન્ય ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. ચીનના આ પગલાને યુદ્ધ ભડકાવવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે યુક્રેને નાટોના સભ્યપદની જાહેરાત કરી હતી, ત્યારે રશિયાએ પણ લશ્કરી કવાયતની આડમાં સરહદ પર સૈનિકો મોકલ્યા હતા. આ પછી ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો થયો હતો. બીજી બાજુ, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન-પિયરે બુધવારે કહ્યું કે ચીને નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાતને સંકટમાં ફેરવવી જોઈએ નહીં.