Not Set/ દેવગઢ બારીયાના સાગટાળામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત

દેવગઢ બારિયામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત નિપજ્યું છે. સાગટાળાના જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કર્યો હતો.

Gujarat Others
મહિલાનું મોત
  • રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત
  • જંગલ વિસ્તારમાં રીંછે મહિલા પર કર્યો હુમલો
  • જંગલમાં ઢોર ચરાવવા ગઈ હતી મહિલા
  • રીંછના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભય
  • દેવગઢ બારિયાના સાગટાળાની ઘટના

દાહોદના દેવગઢ બારિયામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત નિપજ્યું છે. સાગટાળાના જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કર્યો હતો. મૃતક મહિલા તાલુકાના આમલીપાણી છોકરા ગામની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ત્યારે પંથકમાં રીંછના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

આ પણ વાંચો :ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભેળસેળ જોઈ અધિકારીઓ ચોંક્યા

આપને જણાવી દઈએ કે, દેવગઢ બારીઆ ના સાગટાળા ના જંગલ વિસ્તાર મા  ઢોર ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હિસંક હુમલો કર્યો હતો. 42 વર્ષીય સંજલીબેન પર રીંછ એ હિસંક હુમલો કરતા મહિલાનુ મોત નિપજ્યુ હતું. રીંછના હુમલા મા  દેવગઢ બારીઆ તાલુકા ના આમલીપાણી છોતરા ગામની મહિલાનુ થયુ મોતઘટના ની જાણ થતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ના પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી. રીંછ ના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના નવા બસ સ્ટેન્ડની છેલ્લા સાત વર્ષથી કાચબાની મંદ ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન

આ પણ વાંચો :ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પર, ઝાયડસ હોસ્પિટલમાં દાખલ