પિતાની સારવારના બહાને યમનથી અમદાવાદ આવી એકે-47 સહિતના હથિયારોના પાર્ટ બનાવી વેંચનારા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અબ્દુલ અઝીઝ નામનો આરોપી અમદાવાદની અલગ અલગ GIDC માં હથિયારો બનાવતો. ક્રાઈમ બ્રાન્ચને આરોપી પાસેથી રાયફલના પાર્ટ્સ બનાવવાના કોમ્પ્યૂટરાઈઝ 5 ગ્રાફિક્સ અને એન્જિનીયરીંગ કંપનીના અલગ અલગ કેટલોગ મળી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક 36 વર્ષીય યમન નાગરિકની એકે-47 અને અન્ય એસોલ્ટ રાઈફલ્સના ભાગો સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ભાગો કથિત રીતે ગુજરાતની એક એન્જિનિયરિંગ કંપનીના યમનના નાગરિક દ્વારા બનાવવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક સૂચનાના આધારે કાર્યવાહી કરીને, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અબ્દુલ અઝીઝ અલ અજાનીની 9 ફેબ્રુઆરીએ અહીંની એક હોટલમાંથી ધરપકડ કરી હતી અને તેની પાસેથી એસોલ્ટ રાઈફલના ભાગો જપ્ત કર્યા હતા.
પોલીસે તેના કબજામાંથી ગેસ બ્લોક, ફ્રન્ટ સાઇટ, શોર્ટ બેરલ અને એકે-47 સહિત વિવિધ પ્રકારની એસોલ્ટ રાઈફલ્સના અન્ય યાંત્રિક ભાગો પણ મેળવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના જીઆઈડીસીના કઠવાડા વિસ્તારમાં આવેલી બે કંપનીઓમાંથી લગભગ 150 મીણના મોલ્ડ અને ચાર ડાઈઝ રિકવર કર્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યમનના અલ-બૈદાહ શહેરનો રહેવાસી છે અને મજૂરી અને ખેતીનો વ્યવસાય કરે છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, યમનમાં એસોલ્ટ રાઈફલ્સની માંગને ધ્યાનમાં રાખીને મુનીર મોહમ્મદ નામના વ્યક્તિએ અબ્દુલ અઝીઝને ભારતથી આ પાર્ટ્સ મળવા પર કમિશન આપવાની ઓફર કરી હતી. આરોપી પિતાની સારવાર માટે મુંબઈ આવ્યો હતો અને સારવાર બાદ પિતાને પરત મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે અમદાવાદ આવ્યો હતો. અહીં આવીને તેણે ડીકે એન્જીનીયરીંગ નામની કંપનીનો પાર્ટસ ડાઈ બનાવવા માટે સંપર્ક કર્યો હતો.
અઝીઝ દ્વારા પૂરી પાડવામાં આવેલ ડિઝાઇન અને માપ અનુસાર, મેટલ ડાઇ ડીકે એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને તેને પહોંચાડવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે. ત્યારપછી તેણે કઠવાડા જીઆઈડીસી વિસ્તારની બે અન્ય મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો સંપર્ક કર્યો અને તેમને ડાઈમાંથી વિવિધ ભાગો બનાવવાનો આદેશ આપ્યો. આરોપી વ્યક્તિએ કહ્યું હતું કે આ ભાગોનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલ મશીનોમાં કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક કોર્ટે આરોપીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ સંબંધમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
National / ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે : લાલુ યાદવનો PM મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ
અમદાવાદ / સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ધ વોઇસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડ એનાયત
Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો