Not Set/ રાજધાનીમાં નોંધાયો ઓમિક્રોનનો બીજો કેસ, દિલ્હીવાસીઓ રહેજો સાવધાન

કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો બીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે. અહીં ઝિમ્બાબ્વેનાં પ્રવાસીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.

Top Stories India
દિલ્હીમાં ઓમિક્રોન
  • દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો
  • ઝિમ્બાબ્વેથી પરત ફરેલાં વ્યક્તિને સંક્રમણ
  • સંક્રમિત વ્યક્તિને સઘન સારવાર કરાઇ

દેશમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો હોય પરંતુ સાવધાની આજે પણ તેટલી જ રાખવાની જરૂર છે. દેશમાં સૌથી વધુ ઓમિક્રોનનાં કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ત્યારે હવે ઓમિક્રોનનો નવો કેસ દેશની રાજધાનીમાંથી સામે આવ્યો છે.

આ પણ વાંચો – સાવધાન! / અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નાની બેદરકારી આપી શકે છે કોરોનાને આમંત્રણ

કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો બીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે. અહીં ઝિમ્બાબ્વેનાં પ્રવાસીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ છે. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો કોરોનાનાં નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. ન્યૂઝ એજન્સી ANI એ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકારનાં એક અધિકારીને ટાંકીને કહ્યું કે, “ઓમિક્રોન વેરિઅન્ટનો બીજો કેસ દિલ્હીમાં નોંધાયો હતો. આ વ્યક્તિ સંપૂર્ણ રીતે રસી વાળી હતી અને તે ઝિમ્બાબ્વેથી આવી રહ્યો હતો. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકા પણ ગયો હતો. અત્યાર સુધીમાં, વિદેશથી એલએનજેપીમાં દાખલ થયેલા 27 મુસાફરોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે, જેમાંથી 25નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બે લોકોનાં સેમ્પલમાં ઓમિક્રોન મળી આવ્યું છે. દિલ્હીમાં નવા કેસ સાથે, ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આંકડો વધીને 33 થઈ ગયો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને દિલ્હીમાં ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે.

આ પણ વાંચો – સહાયની જાહેરાત / આંધ્રપ્રદેશ CM રેડ્ડીએ લાન્સ નાયક તેજાના પરિવારને 50 લાખ રૂપિયાના સહાયની જાહેરાત

શુક્રવારે દેશમાં ઓમિક્રોનનાં 9 કેસ નોંધાયા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં 7 અને ગુજરાતનાં જામનગરમાં 2 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મળી આવેલા કેસોમાંથી ત્રણ કેસ મુંબઈમાં અને 4 કેસ પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણેય નાગરિકો તાન્ઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાનાં દેશથી આવ્યા છે. જ્યારે પિંપરી ચિંચવાડમાં મળી આવેલા ચારેય કેસ નાઈજિરિયન મહિલા સાથે કરાર હેઠળ આવ્યા હતા.