Hijab Row/ AIMIMના વડા ઓવૈસીએ હિજાબ મામલે આયર્લેન્ડને ટાંકીને મોદી સરકાર પર કર્યા પ્રહાર

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું કે, 2019માં આયર્લેન્ડે પોલીસ યુનિફોર્મમાં હિજાબ અને પાઘડી પહેરવાની મંજૂરી આપી હતી.

Top Stories India
owasssssssssssssssssssssssssssssssssssssssss AIMIMના વડા ઓવૈસીએ હિજાબ મામલે આયર્લેન્ડને ટાંકીને મોદી સરકાર પર કર્યા પ્રહાર

હિજાબ મુદ્દે ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ આયર્લેન્ડને ટાંકીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું કે, 2019માં આયર્લેન્ડે પોલીસ યુનિફોર્મમાં હિજાબ અને પાઘડી પહેરવાની મંજૂરી આપી હતી. મોદી સરકારે આ નિર્ણયને આવકારતા કહ્યું કે તે વિદેશી ભારતીયોના હિતમાં છે. જો આયર્લેન્ડ માટે તે ઐતિહાસિક હતું તો કર્ણાટકની છોકરીઓ સાથે શા માટે પરેશાન? શા માટે તેમની ગરિમા સાથે રમવામાં આવે છે?