નવી દિલ્હી,
દુનિયાની મહાસત્તાઓ અને પાડોશી દેશો સામે પોતાની સેનાને વધુ ને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા વધુ એક પગલું માંડવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલય દ્વારા આર્મી અને નેવી માટેના રક્ષા સૌદાને મંજુરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રાલય દ્વારા મંજુરી મળ્યા બાદ હવે નૌસેના માટે ૧૧૧ બહુહેતુક (મલ્ટી પર્પજ) હેલિકોપ્ટર અને અંદાજે ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ ડીલ પર લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
The Defence Acquisition Council (DAC) approved procurement for the Services amounting to approximately Rs. 46,000 crores. today. Out of the total amount, over Rs.21,000 crores will be used to procure 111 Utility Helicopters for the Navy. pic.twitter.com/vjnIO2MRpo
— ANI (@ANI) August 25, 2018
રક્ષા મંત્રાલય દ્વારા કુલ ૪૬૦૦૦ હજાર કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણો ખરીદવા માટેની મંજુરી આપી છે, જેમાં હેલિકોપ્ટર ડીલ પણ શામેલ છે.
ભારતીય સેના માટે હથિયાર સહિતના ઉપકરણો ખરીદવાનો નિર્ણય સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠકમાં કરવામાં આવ્યો છે. DACએ સેના સાથે જોડાયેલી ખરીદી પર નિર્ણય કરનારી સૌથી મોટી બોડી છે.
એક સિનીયર અધિકારીએ જણાવ્યું, “DAC દ્વારા ૧૧૧ હેલિકોપ્ટર ખરીદવા માટેની મંજુરી આપી છે, જેમાં ૨૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે”.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ રક્ષા મંત્રાલયનો આ પહેલો પ્રોજેક્ટ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ “મેક ઇન ઇન્ડિયા”ના પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાનો છે.
Rs. 24,879.16 Crores of the total amount approved by DAC has been granted for other proposals, which includes approval for procurement of 150 Indigenously Designed Advanced Towed Artillery Gun Systems for Army at an approximate cost of Rs 3,364.78 crores.
— ANI (@ANI) August 25, 2018
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “DAC દ્વારા કેટલીક અન્ય ખરીદી કરવા માટે પણ મંજુરી આપી છે, જેમાં અંદાજે ૨૪,૮૭૯ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ દિલમાં આર્મી માટે ૧૫૫ mm વાળી ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. આ સિસ્ટમ દેશમાં જ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવશે.

આ ઉપરાંત ૧૪ વર્ટિકલ લોન્ચ થઇ શકે એવી શોર્ટ રેંજ મિસાઈલ રેંજ સિસ્ટમની ખરીદીને પણ DAC દ્વારા મંજુરી મળી છે, જેમાંથી ૧૦ દેશી હશે.
