Vadodara News: વડોદરાના આકાશમાં ભારતીય વાયુસેનાની (IAF) ‘સારંગ’ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે શાનદાર હવાઈ પ્રદર્શન યોજ્યું (Sarang Helicopter Air Show) હતું. પાંચ હેલિકોપ્ટર સાથે એકસાથે કરતબો રજૂ કરતી આ ટીમના પાયલટોએ સચોટ તાલમેલ અને કૌશલ્યથી વિવિધ ફોર્મેશન બનાવીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Sarang Helicopter Air Show: પાંચ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદભુત ફોર્મેશન
ભારતીય વાયુસેનાની ‘સારંગ’ ટીમ વિશ્વની એકમાત્ર એવી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ તરીકે ઓળખાય છે, જે એકસાથે પાંચ હેલિકોપ્ટર દ્વારા હવાઈ કરતબો રજૂ કરે (Five Helicopter Formation) છે. વડોદરામાં યોજાયેલા આ પ્રદર્શનમાં પાયલટોએ નજીકના અંતરે હેલિકોપ્ટર ઉડાવીને વિવિધ દિલધડક ફોર્મેશન રજૂ કર્યાં (Helicopter Air Show) હતાં.

આકાશમાં હેલિકોપ્ટરોની એકસાથે થતી હિલચાલ અને પાયલટો વચ્ચેનો તાલમેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ હવાઈ પ્રદર્શને શહેરીજનો અને ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

આ પણ વાંચો: વાયુસેના પ્રમુખની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- કોઈ લક્ષ્ય પહોંચથી દૂર નથી
આ પણ વાંચો: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે ભારતના નવા વાયુસેના વડા, 31 ઓક્ટોબરથી સંભાળશે જવાબદારી
આ પણ વાંચો: નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
