Ahmedabad News : પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર 12 મે 2025 ના રોજ રાત્રે 11:00 વાગ્યે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર અમદાવાદ પોસ્ટ ના નેતૃત્વ હેઠળ “ઓપરેશન ડિગ્નિટી” ના અંર્તગત એક માનવીય અને નિઃસ્વાર્થ રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભ્યાન માં આરપીએફ સ્ટાફ ની સાથે સાથે અર્બન શેલ્ટર હોમ (એસયુએચ) ના કર્મચારીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.

અભિયાન ના દરમિયાન, રેલ્વે સ્ટેશન પરિસર માંથી કુલ 21 અસહાય અને જરૂરિયાતમંદ શહેરી બેઘરને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યક્તિઓને તારીખ 13 મે 2025 ના રોજ 00:20 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસયુએચ માં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પુનર્વસન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અભિયાન ન માત્ર માનવીય સંવેદનાનું પ્રતિબિંબિત છે, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી પણ દર્શાવે છે. આરપીએફ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ સંયુક્ત પ્રયાસ પ્રશંસનીય છે.
આ પણ વાંચો:રાજકોટમાં સમૂહ લગ્નમાં નકલી ઘરેણા અપાતા ચકચાર મચી
આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો

