Surat News: સુરતના કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને કેમિકલ ચોરીના કેસની તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ વિજિલન્સ ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ પકડ્યું હતું, તેની તપાસ કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી.
સુરતના કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સુરત પોલીસ વર્તુળોમાં હડકંપ મચી જવા પામ્યો છે. થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સ ટીમે કામરેજના અંત્રેલી ગામેથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડ્યું હતું.
આ કાર્યવાહીમાં કેમિકલ માફિયા વિપુલ બલર રાણા ભરવાડ સહિતનાં ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસની તપાસ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી.
જો કે, તપાસ દરમિયાન પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ઘોર બેદરકારી સામે આવી હતી. આથી હવે તેમની સામે કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરાયા છે. રાજ્યના પોલીસ વડાએ કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિહ જાડેજાને સસ્પેન્ડ કરતાં સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
