માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ફ્લેક્સી એન્જિનવાળા વાહનોનું ઉત્પાદન કરવાની નીતિ બનાવવામાં આવી રહી છે જેથી લોકોને પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ ઇથેનોલ નો ઉપયોગ કરવાનો વિકલ્પ મળી શકે. ગડકરીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવો સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યા છે, તેથી સરકાર લોકોને રાહત આપવા માટે ફ્લેક્સી એન્જિન સાથે વાહનો બનાવવાની નીતિ ઘડી રહી છે. આ સાથે લોકો ડીઝલ-પેટ્રોલને બદલે સરળતાથી ઇથેનોલનો ઉપયોગ કરી શકશે.
નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં વાહન ઉત્પાદકો માટે એક નીતિ બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત તમામ વાહનોમાં ફ્લેક્સી એન્જિન લગાવવું ફરજિયાત બનાવવામાં આવશે. આ અંતર્ગત લોકો વાહનમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ ઇથેનોલનો ઉપયોગ કરી શકશે.
ગડકરીએ કહ્યું કે મોટી માત્રામાં ઇથેનોલ બનાવવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે. શેરડીના સાંઠા, ડાંગર વગેરેમાંથી ઇથેનોલ તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છ ઇંધણ ઇથેનોલએ મહત્વનું સાબિત થઇ શકે છે. ખેડૂત સારી ઉપજ આપે છે અને તેની મહેનતનો સંપૂર્ણ લાભ મેળવે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં 12 લાખ કરોડ રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ આયાત થાય છે. જો ઇથેનોલના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટાડીને, જો ચારથી પાંચ લાખ કરોડ રૂપિયાની બચત થાય, તો ખેડૂતોને લાભ મળશે.
જણાવી દઈએ કે નીતિન ગડકરી પહેલેથી જ ઇથેનોલ અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરી ચૂક્યા છે. ભારત સતત તેના ઇથેનોલ ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાની સમયમર્યાદા 2030 થી ઘટાડીને 2025 કરી છે. અત્યારે દેશમાં 8.5 ઇથેનોલ પ્રતિ લિટર પેટ્રોલમાં મિશ્રિત થાય છે.
જમ્મુ-કાશ્મીર / શ્રીનગરના નૂરબાગમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓનો ગોળીબાર
