શુક્રવારે સવારે અલાસ્કામાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે રસ્તા પર તિરાડો પડી ગઈ હતી. એટલું જ નહી પરંતુ હવામાન વિભાગે ત્સુનામીની આગાહી પણ કરી છે.

સવારે ભૂકંપ આવ્યો ત્યારબાદ થોડા ઘણા આફટર શોક પણ થયા હતા. આ આફટર શોક પછી ઓથોરીટીએ ત્સુનામીની આગાહીને રદ્દ કરી દીધી હતી.
![]()
આ વિનાશકારી ભૂકંપને લીધે રસ્તામાં તિરાડો પડી ગઈ હતી અને લોકો આમ-તેમ દોડવા લાગ્યા હતા. આ ભૂકંપ એટલો ખતરનાક હતો કે જમીન ઓછામાં ઓછી ૪૦ વાર હલી હતી.

ભૂકંપ બાદ અમુક વિસ્તારમાં વીજળી જતી રહી હતી જેને લીધે ૧૦,૦૦૦થી પણ વધારે લોકોએ અંધારામાં રાત વિતાવી હતી.

માત્ર રસ્તા જ નહી પરંતુ પૂલ અને કેટલીક બિલ્ડીંગ પણ જમીનદોસ્ત થઇ ગઈ હતી.
