દેશમાં ગાયને લઇને ચર્ચાઓ વધી ગઇ છે. ત્યારે ઉત્તરાખંડનાં ભાજપનાં અધ્યક્ષ બાદ રાજ્યનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ ગાયને લઇને એક એવુ નિવેદન આપ્યુ છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. તેમણે કહ્યુ કે, ગાય ઓક્સિજન છોડતુ એક માત્ર પશુ છે.
ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત એક સમાહોરમાં ગાયનાં રોગનાશક ગુણો વિશે બતાવતા જોવા મળ્યા હતા. જ્યા તેમણે કઇક એવુ કહ્યુ કે, ત્યા હાજર લોકો પણ દંગ રહી ગયા હતા. તેમણે કહ્યુ કે, ગાય એક માત્ર પશુ છે જે ઓક્સિજન છોડે છે. વધુમાં તેમણે કહ્યુ કે, ગાયની માલિસ કરીને શ્વાસ સંબંધી કોઇ પણ ઉપચાર કરી શકાય છે. જેનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં રાવત કહે છે કે, ગાય એક માત્ર પશુ છે જે ઓક્સિજન લે પણ છે અને છોડે પણ છે, તે જ કારણ છે કે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે, કારણ કે તે આપણને પ્રાણવાયુ આપે છે. તેમણે વધુમાં કહ્યુ કે, ગાયનાં સંપર્કમાં વધુ સમય સુધી રહેવાથી ટીબી જેવી બિમારીઓ ઠીક થઇ જાય છે.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત આટલુ કહીને ન રોકાયા અને વિડિયોમાં દેખાય છે કે તે ગાયનું છાણ અને તેના મૂત્રનાં ઔષધીય ગુણધર્મો વિશે પણ વાત કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યુ કે, પશુપાલન મંત્રી રહેતા તેમણે આ વિશે વૈજ્ઞાનિક અધ્યન પણ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
