Not Set/ #કોરોનાસંકટ/ કોરોનાના ભયાનક વિસ્ફોટ વચ્ચે અમદાવાદને અમેરિકા બનતું રોકવું હવે માત્ર આપણા જ હાથમાં છે… !!

ગુજરાતમાં કોરોના વાઈરસ નો કહેર વરસ્યો છે. એક બે કેસ થી શરુ કરેલી  કોરોના ની સફર આજે 250-૩૦૦ કેસ પર પહોચી ચુકી છે. સરકાર ના કોરોનાને કન્ટ્રોલમાં રાખવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે અથવા એમ કહો કે, આપને જાણી જોઇને સરકારના પ્રયત્નો પર પાણી ફેરવી રહ્યા છીએ.  જો આ જ ગતિથી અમદાવાદમાં કેસ વધતા […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોના વાઈરસ નો કહેર વરસ્યો છે. એક બે કેસ થી શરુ કરેલી  કોરોના ની સફર આજે 250-૩૦૦ કેસ પર પહોચી ચુકી છે. સરકાર ના કોરોનાને કન્ટ્રોલમાં રાખવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે અથવા એમ કહો કે, આપને જાણી જોઇને સરકારના પ્રયત્નો પર પાણી ફેરવી રહ્યા છીએ. 

India lockdown: Frontline heroes of the coronavirus war - BBC News

જો આ જ ગતિથી અમદાવાદમાં કેસ વધતા જ રહેશે તો  ૭–૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં 1000 -2000 કેસ સામે આવી શકે છે. અને પછી…. ફરી આપને સરકાર ને દોષ દઈશું કે, સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ નીવડી…. આ કેટલા અંશે યોગ્ય છે…?  સરકારે આખા દેશની ઇકોનોમીને દાવ પર લગાવીને લોકડાઉન 1, લોકડાઉન 2 અને હવે લોક ડાઉન ૩ જહેર કર્યું.   કોના માટે..?  દેશની જનતા માટે તો પછી લોકો ને શું પેટમાં દુખે છે કે સવાર પડે અને બાઈક ને સેલ મારી રોડ પર ભીડ કરવા નીકળી પડો છે…? 

India hospital segregates Muslim and Hindu coronavirus patients ...
અમદાવાદ ની પરિસ્થિતિ ખરેખર ખુબ જ ભયાનક થઈ ગઈ છે. પણ મોટા ભાગના લોકો હજી પણ હસવા અને હળવાશમાં લઈ ને એમના જીવનની મોટામાં મોટી બરબાદી નોંતરી રહ્યા છે. 
ગુજરાતીઓ નાં સ્વભાવ મુજબ જ્યાં સુધી પડોશમાં કે ઘરમાં ૧–૨ કેસ આવશે નહીં અને પોતાનું જ કોઈ ભોગ નહીં બને ત્યાં સુધી એ લોકો સમજશે નહીં.  દુઃખ અને ગુસ્સા ની બાબત તો એ છે કે અમદાવાદીઓને કોરોના મારે કે ના મારે પણ અમને તો રોજ શાક, ફળ, નાસ્તા જોઈએ જ વાળી માનસિકતા તો મારી જ નાખશે. 

Indian Politicians Pick Magic Over Science in Coronavirus Fight
અમદાવાદનાં મોટાભાગનાં લોકોને એમ છે કે માત્ર શાક કે નાસ્તા લેવા ૫–૧૦ મિનિટ જઈએ એમાં કઈ નાં થાય, અને આજ માનસિકતા અમદાવાદ ને અમેરિકા  કરતાં પણ ખરાબ બનાવી દેશે એ નક્કી છે અને મજાની વાત તો એ છે કે આ ભયાનક હકીકત પોતાને સ્માર્ટ અને બહાદુર સમજતા અમદાવાદવાળા સિવાય બધાજ સમજે છે.  જો આજે નહીં સમજીએ તો કંઇજ હાથ માં નહીં બચે..  નહીં માણસ, નહીં પૈસો કે નહીં ભવિષ્ય,કશું જ નહિં બચે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.