Not Set/ સુરતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ આપવાનું શરૂ

કોરોના ફરીથી સુરતને ભરડામાં લે એ પહેલા જ સુરત માં કોરોનાનો બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે જેથી કોરોના સામે રક્ષણ મળી રહે.

Gujarat Surat
સુરત

સોશિયલ મીડિયામાં #કોરોનારીટર્ન ટ્રેન્ડ કરી રહ્યું છે. દેશભરમાં કોરોના ફરીથી માથું ઊચકી રહયો છે ત્યારે પહેલી અને બીજી લહેરમાં ખૂબ હેરાન થયેલા સુરતી લાલાઓ જાગી ગયા છે.  કોરોના ફરીથી સુરત ને ભરડામાં લે એ પહેલા જ સુરત માં કોરોનાનો આજથી બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં ઠેર ઠેર કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં આજથી કોરોનાના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ છે.  સુરતના તમામ ઝોનના હેલ્થ સેન્ટર પર બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે લોકોએ કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા હોય તેને બાદમાં 39 અઠવાડિયા બાદ આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહયો  છે. સુરતીઓ  પણ આ બુસ્ટર ડોઝ લેવા માટે  ઉતાવડા થઈ રહ્યા છે. લોકો જાગૃત બનીને ડોઝ લઈ રહ્યા છે. સુરતના અનેક હેલ્થ સેન્ટર ઉપર કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ લેવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં કોરોના વકરી રહ્યો છે. ગત સપ્તાહમાં પાટનગર ગાંધીનગરમાં કોરોના બોમ્બ ફૂટ્યો હતો. ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે.નેશનલ લૉ યુનિવર્સિટીમાં વધુ 16 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેથી હવે નેશનલ લૉ યુનિવર્સિટીમાં કુલ 53 વિદ્યાર્થીઓ હાલ કોરોના સંક્રમિત છે.તો કોરોના વિસ્ફોટને લઇ આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફનું સઘન ટેસ્ટિંગ હાથધરમાં આવી રહ્યું છે. જોકે, વધી રહેલા કોરોનાનાં સક્રમણને લઇ  ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં લોકોની અવર જવરને પણ બંધ કરી દેવામાં આવી છે.અને કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને હોસ્ટલમાં જ આઈસોલેટ અને ક્વોરન્ટાઇન કરાયા હતા.

આ પણ વાંચો :અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા, રસ્તામાં માણ્યો ફાફડાનો સ્વાદ

આ પણ વાંચો :દહેજમાં ઓર્ગેનિક કંપનીમાં મોડીરાત્રે બ્લાસ્ટ થતાં પાંચના મોત

આ પણ વાંચો :રાજ્યમાં આજે બનેલી હિંસા મામલે ગાંધીનગરમાં રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવની બેઠક

આ પણ વાંચો :ગાંધીનગર નવનિર્મિત સહકાર ભવન નું ઉદ્દઘાટન અમિતભાઇ શાહના હસ્તે કરાયું