પદ્મશ્રી મળ્યા બાદ કંગનાં રનૌતનાં એક ‘ભીખ મેં આઝાદી’ મળી હોવાની ટિપ્પણીને લઈને દેશમાં ચારે દિશાઓમાં ટીકાઓ થઇ રહી છે, આ દરમિયાન મરાઠી અને હિન્દી ફિલ્મોનાં દિગ્ગજ કલાકાર વિક્રમ ગોખલે તેના સમર્થનમાં બહાર આવ્યા છે.
આ પણ વાંચો –તાલિબાની સત્તા / અફઘાનિસ્તાન ભારત સહિત કોઇપણ દેશ સાથે સંઘર્ષ ઇચ્છતું નથી:તાલિબાન વિદેશમંત્રી મુત્તાકી
આપને જણાવી દઇએ કે, વિક્રમ ગોખલે એક કાર્યક્રમમાં હાજરી આપવા મહારાષ્ટ્રનાં પુણે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, કંગના રનૌતની વાત સાથે તે સહમત છે. ગોખલેએ વધુમાં કહ્યું કે, તે સમયે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી પરંતુ મોટા લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. અભિનેતા વિક્રમ ગોખલેએ રવિવારે પુણેમાં કહ્યું હતું કે, કંગના રનૌતની વાત સાથે હું સહમત છું. આપણને ભીખ માંગીને આઝાદી મળી. તે આપવામાં આવી હતી. વિક્રમ ગોખલેએ કહ્યું કે, ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી અને તે સમયનાં મોટા લોકોએ તેમને બચાવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તેઓ માત્ર મૂક પ્રેક્ષક જ રહ્યા. આપને જણાવી દઈએ કે, આ પહેલા કંગના રનૌતે ભીખમાં આઝાદી મળવાની વાત કરી હતી, ત્યારબાદથી તે અચાનક જ અનેક રાજકીય પક્ષોનાં નિશાના પર આવી ગઈ હતી.
I agree with what Kangana Ranaut has said. We got freedom in alms. It was given. Many freedom fighters were hanged and the big-wigs at that time didn't attempt to save them. They remained mere mute spectators: Actor Vikram Gokhale in Pune pic.twitter.com/4gBSYwFjqf
— ANI (@ANI) November 14, 2021
આ પણ વાંચો – વાર-પલટવાર / મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર અને કહ્યું….
આપને જણાવી દઇએ કે, એક ખાનગી ચેનલનાં એક કાર્યક્રમમાં બોલતા ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીની સરખામણી ભીખ માંગવા સાથે કરી હતી. જેમા તેણે કહ્યું કે, 1947માં મળેલી આઝાદી ભીખ માંગીને મળી હતી અને આપણને વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. આપને જણાવી દઈએ કે, 2014માં જ ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. તાજેતરમાં જ કંગના રનૌતને દેશનાં પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતાઓએ કહ્યું કે, કંગના રનૌતનું આ નિવેદન ભારતની અખંડિતતા, સાર્વભૌમત્વ અને ગૌરવશાળી ઈતિહાસ પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. નેતાઓએ કોર્ટ અને દેશની બંધારણીય સંસ્થાઓને પણ વિનંતી કરી હતી કે આવા નિવેદનબાજીની નોંધ લેવામાં આવે અને નિવેદન આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તાજેતરમાં ચર્ચાઓ ખૂબ થઇ રહી છે કે, કંગનાં ગમે તે પણ બોલશે પણ તેને કોઇ કઇ જ કરી શકશે નહી.
