Gandhinagar News/ ગાંધીનગરમાં કરુણ અકસ્માત! ઘર નજીક સાયકલ ચલાવતા 5 વર્ષના દેવાંશનું મોત

Gandhinagar Accident: ગાંધીનગરના સેક્ટર-5માં મહાકાળી મંદિર પાસે ઘર નજીક સાયકલ ચલાવતી વખતે સંતુલન ગુમાવતાં 5 વર્ષનો દેવાંશ રોડ પર પટકાયો હતો. આ દરમિયાન પસાર થતી કારનાં ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સેક્ટર-7 પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar Accident: સાયકલ ચલાવતા 5 વર્ષના બાળકનું કરુણ મોત

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-5માં (Sector 5 Gandhinagar) એક હૃદયદ્રાવક અકસ્માતમાં (Gandhinagar Accident) પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મહાકાળી મંદિર પાસે ઘર નજીક સાયકલ ચલાવી રહેલો દેવાંશ અચાનક સંતુલન ગુમાવતાં રોડ પર પટકાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી કારનાં ટાયર બાળકના માથા પરથી ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Gandhinagar Accident: ઘર નજીક સાયકલ ચલાવતી વખતે બની દુર્ઘટના

મળતી પ્રાથમિક માહિતી મુજબ, દેવાંશ ઘર નજીક સાયકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સાયકલ પરથી તેનું સંતુલન ખોરવાયું અને તે રસ્તા પર પટકાયો (Five Year Old Boy Death) હતો. તે જ સમયે ત્યાંથી પસાર થતી કારનાં ટાયર બાળકના માથા પરથી ફરી વળ્યાં હતાં. ગંભીર ઇજાઓને કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

માત્ર પાંચ વર્ષની ઉંમરે દેવાંશનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

સેક્ટર-7 પોલીસની કાર્યવાહી

અકસ્માાતની જાણ થતાં સેક્ટર-7 પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને અન્ય સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: રસ્તાની વચ્ચે ઝાડ કે અકસ્માતને આમંત્રણ? રામોલમાં તંત્રને જગાડવા સ્થાનિકોની રજૂઆત

આ પણ વાંચો: ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત: PSI યશ પટેલ સહિત 3નાં મોત

આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિ વચ્ચે માર્ગ અકસ્માતોની વણઝાર, બે દિવસમાં 4નાં મોત