Not Set/ ભાજપ સરકારના વહીવટ સામે ભાજપના જ કાર્યકરોએ માંડ્યો મોરચો….

શહેરાના તાલુકા પંચાયત ખાતે ભાજપના નેતાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Gujarat Others Trending
  • શહેરા T.D.O. અંકિતાબેન ઓઝા સામે ભાજપ અગ્રણીઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપોથી વહીવટી તંત્રમાં પણ સન્નાટો..!!
  • કોરોના મહામારીમાં ૧૫૦૦ દર્દીઓના મૃત્યુ થયા હોવાનો ઉલ્લેખ….

શહેરાના તાલુકા પંચાયત ખાતે ભાજપના નેતાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શહેરા તાલુકામાં રાજય સરકાર દ્વારા આપવામાં આવતા વિકાસના વિવિધ કાર્યોને શહેરાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવતા નથી તેવું ભાજપના કાર્યકરો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ તાલુકા વિકાસ અધિકારીએ જ્યારથી ચાર્જ લીધો છે ત્યારથી જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના હપ્તા પણ ચૂકવવામાં આવતા નથી. તેમજ મનરેગા યોજના હેઠળ શ્રમિકોને વિવિધ કામોના મસ્ટરો અને બીલોના નાણાં પણ ચુકવવામાં તેમના નજીકના એકાઉન્ટન્ટ દ્વારા ૫% ભ્રષ્ટાચાર રૂપે જે આપે તેવા જ અરજદારોને ચુકવણું કરવામાં આવે છે.

નવા કામોના એસ્ટીમેન્ટમાં પણ વહીવટ આપો તો જ સહી કરવામાં આવે છે તેમજ સ્વચ્છતા અભિયાન હેઠળ વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવેલ લાભાર્થીઓના નાણાં ચૂકવાતા નથી. સરકારની તમામ યોજનાઓમાં કોઈ પણ જાતના નાણાં ચૂકવાતા નથી. તેમજ જે યોજનામાં ચૂકવાય છે. તેમાં ભ્રષ્ટાચાર મોટા પાયે ચાલે છે. હાલની ચાલી રહેલી કોરોના મહામારીમા શહેરા તાલુકામાં અંદાજે ૧૫૦૦ જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા હોવા છતાં કોઈપણ ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર કે કોઈ માસ્ક વિતરણ અને કોઈ પણ ગામની મુલાકાત પણ લીધેલ હોવાના દાવા પણ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા અને આવા અધિકારીની બદલી નહિ થાય તો ભૂખ હડતાળ અને તાળાબંધી કરવા જેવા કાર્યક્રમો આગામી સમયમાં કરવા પડશે તો કરીશું તેમ જણાવ્યું હતું.