Not Set/ હની ટ્રેપના આરોપીઓ માટે હવેલી લેતા ગુજરાત ખોયા જેવો ઘાટઃ ત્રણેયના જામીન રદ

આણંદ કલેક્ટર હની ટ્રેપ મામલે શિકારી ખુદ શિકાર બન ગયાની સ્થિતિ છે. કલેક્ટરને હની ટ્રેપના ફસાવવાના કેસમાં ત્રણ જણા પોતે ખરાબ રીતે ફસાઈ ગયા છે.

Top Stories Gujarat
Anand Honeytrap હની ટ્રેપના આરોપીઓ માટે હવેલી લેતા ગુજરાત ખોયા જેવો ઘાટઃ ત્રણેયના જામીન રદ

આણંદઃ આણંદ કલેક્ટર હની ટ્રેપ મામલે શિકારી Anand Honey Trap ખુદ શિકાર બન ગયાની સ્થિતિ છે. કલેક્ટરને હની ટ્રેપના ફસાવવાના કેસમાં ત્રણ જણા પોતે ખરાબ રીતે ફસાઈ ગયા છે. હની ટ્રેપ કેસમાં ત્રણેય આરોપોને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પોલીસે આરોપીઓના ફરીથી રિમાન્ડ માંગ્યા ન હતા.

ત્રણેય આરોપીના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી અને કોર્ટમાં લગભગ એક કલાક સુધી દલીલો ચાલી હતી. આ દલીલો બાદ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખતા ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા અને ત્રણ

કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર Anand Honey Trap કર્યા અને ત્રણેયને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઘણી વખત બીજાના કૌભાંડ જતા પોતાના પણ ખુલ્લા પડે છે તેવું આ આરોપીઓ સાથે પણ થયું છે.

કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવા જનારા આરોપીઓના Anand Honey Trap  જૂના કૌભાંડો પણ આના લીધે પ્રકાશમાં આવ્યા છે. કૌભાંડના આરોપી આરએસી કલેક્ટર કેતકી વ્યાસ અને તેનો સાગરિત જે.સી. પટેલની સ્થિતિ હવેલી લેતા ગુજરાત ખોવા જેવી જ થઈ છે. કેતકી વ્યાસે અમદાવાદ અને વિરમગામમાં ખૂબ જ મોટાપાયા પર મિલકતો વસાવી છે અને જે.ડી. પટેલે વિદેશમાં રોકાણ કર્યુ છે. એસીબીએ આ બંને દિશામાં તપાસની શરૂઆત કરી છે. તેના પગલે આ બધુ બહાર આવ્યું છે.

સમગ્ર કેસમાં નજર કરીએ તો જમીનના કેસની ફાઇલ ક્લિયર Anand Honey Trap  કરવા આણંદ કલેક્ટર ઓફિસના કર્મચારીઓ આખુ ષડયંત્ર રચ્યું હતું. તેની મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ નામની મહિલા છે. રંગીન મિજાજની કલેક્ટરને ફસાવવા માટે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કલેક્ટરની ગેરહાજરીમાં કેબિનમાં સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જે.ડી. પટેલ અને હરેશ ચાવડાએ આ સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. હરેશ ચાવડાએ હની ટ્રેપ માટે મહિલાની ગોઠવણ કરી હતી. મહિલાને અલગ-અલગ દિવસે કલેક્ટરની ચેમ્બરમાં મોકલાઈ હતી.

સ્ટિંગ ઓપરેશનમાં કલેક્ટરને ફસાવ્યા પછી ધમકીઓનો દોર ચાલુ કરાયો હતો. મહિલાએ કલેક્ટરને રેપમાં ફસાવવાની ધમકી આપી હતી. ફાઇલ ક્લિયર ન કરે તો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. પણ કલેક્ટર આરોપીઓના તાબે થયો ન હતો. તેથી તેની બદનામી કરવાના હેતુથી વિડીયો વાઇરલ કરી દેવાયો હતો.

આ પણ વાંચોઃ આઘાત કે સજા?/ લૂના-25 ચંદ્ર પર ક્રેશ થયા બાદ રશિયાના ટોચના અવકાશ વૈજ્ઞાનિક હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ Erdogan To Sweden/ તુર્કીના રાષ્ટ્રપતિએ સ્વીડનને આપી ધમકી,કુરાન સળગાવવાનું બંધ કરો, નહીં તો..

આ પણ વાંચોઃ Video/ અવકાશયાત્રીએ અવકાશમાં મધ-સેન્ડવિચનો માણ્યો આનંદ, હવામાં ઉડતી રહી બ્રેડ; વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત

આ પણ વાંચોઃ ISRO And Pakistan/ ISRO ચંદ્ર પર મોકલી રહ્યું છે અંતરિક્ષયાન, જાણો પાકિસ્તાનની સ્પેસ એજન્સીએ અત્યાર સુધી શું કર્યું છે?

આ પણ વાંચોઃ China Development Model Collapsed/ ચીનનું 40 વર્ષનું સફળ વિકાસ મોડલ પડી ભાંગ્યું, અમેરિકન અખબારે કેમ કહ્યું આવું?