સ્પાય કેમેરા મામલે મોટો ખુલાસો/ આ કારણથી આણંદ કલેકટની કામલીલાનો વીડિયો થયો હતો વાયરલ

આણંદ જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીના અશ્લિલ વાયરલ વીડિયો બાદ, સૌથી પહેલા પ્રશ્ન એ હતો કે, કોણે સ્ટીંગ વીડિયો બનાવ્યો.  

Top Stories Gujarat Others
Untitled 182 આ કારણથી આણંદ કલેકટની કામલીલાનો વીડિયો થયો હતો વાયરલ

આણંદ જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીના અશ્લિલ વાયરલ વીડિયો બાદ, સૌથી પહેલા પ્રશ્ન એ હતો કે, કોણે સ્ટીંગ વીડિયો બનાવ્યો.  ગુજરાતી એટીએસ દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં વિવિદાસ્પદ જમીનની ફાઇલ ક્લીયર કરીને કરોડોના વહીવટની વાત સામે આવતા તેમની મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે એસીબી દ્વારા કેતકી વ્યાસ અને જે ડી પટેલની મિલકતો અંગેની તપાસ કરવામાં આવશે. આ અંગે ગૃહ વિભાગે સૂચના આપી છે.

આણંદના તત્કાલિન કલેક્ટર ડી એસ ગઢવીના રંગીલા સ્વભાવની નબળી કડી જાણીને પોતાના આર્થિક હિત માટેની વિવાદાસ્પદ જમીનોની ફાઇલ ક્લીયર કરાવવાના ઇરાદાથી એડીશનલ કલેક્ટર કેતકી વ્યાસે તેના એક રીતે વહીવટદાર તરીકે કામ કરતા ચીટનીસ જે ડી પટેલ સાથે કારસો રચ્યો હતો. જે.ડી પટેલે તેના મિત્ર હરેશ ચાવડાની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું.

જણાવીએ કે,ડી એસ ગઢવીની વાંધાજનક વીડિયો બનાવીને તેમને સીધા બ્લેકમેઇલ કરીને ફાઇલ ક્લીયર કરવાનું કહીને બદનામ કરવાની ધમકી આપી હતી.  કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા દબાણ કરતા હતા. કલેક્ટર કચેરીમાં કેતકી વ્યાસ અને જે.ડી.પટેલની મિલીભગત ચાલતી હતી. વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

આમ, પોલીસ ફરિયાદમાં જ સીધી રીતે તેમની સીધી સંડોવણીમાં મોટાપાયે આર્થિક  કટકીની વાત બહાર આવી છે. જે બાબતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવા આદેશ આપ્યા છે. જે અનુસંધાનમાં હવે કેતકી વ્યાસ અને તેમના સાગરિત જે ડી પટેલની મુશ્કેલી વધી શકે છે. જેમાં હવે એસીબી પણ તેમની મિલકતો અંગે તપાસ કરશે. જો કે હાલ બંને રિમાન્ડ પર હોવાથી કેસની પુછપરછ બાદ એસીબી આ અંગે તપાસ શરૃ કરવામાં આવશે.’

સુત્રોના જણાવ્યા મુજબ કેતકી વ્યાસે  વિરમગામ, અમદાવાદમાં ખુબ મોટાપાયે મિલકતોમાં રોકાણ કર્યું છે. તેમના પતિ ભાસ્કર વ્યાસ અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.જેથી  સંયુક્ત મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, જે ડી પટેલે ચરોતરમાં તેની કટકીની રકમો મિલકતોમાં રોકવાની સાથે વિદેશમાં પણ નાણાં રોક્યા હોવાની વિગતો સાંપડી છે. આમ, આગામી સમયમાં હવે ભ્રષ્ટ્રાચારના નાણાંથી વસાવેલી મિલકતો અંગની સ્ફોટક વિગતો બહાર આવવાની શક્યતા છે.

શું છે સમગ્ર મામલો?

આણંદ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આઈએએસ લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા અહેવાલો બાદ આ મામલાએ એટલી તૂલ પકડી મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચો:દારૂની હેરાફેરી માટે ઈસમોનો નવો વેપલો, હવે વૈભવી કારમાં….

આ પણ વાંચો:સુરતમાં 1839થી લઈ 2023 સુધીના કેમેરાનું પ્રદશન વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ખુલ્લું મુકાયું

આ પણ વાંચો:મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

આ પણ વાંચો:સુરતના ડીંડોલી ખાતેના વૃદ્ધાશ્રમ ની અનોખી સેવા