Not Set/ અન્નાએ CM ઉદ્ધવને લખ્યો પત્ર – ઝેડ પ્લસ બિનજરૂરી ખર્ચ, મારી સુરક્ષા હટાવી દેવી જોઈએ

શુક્રવારે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાને મળેલા ઝેડ પ્લસની સુરક્ષા દૂર કરવાની અપીલ કરી છે. પત્રમાં અન્નાએ લખ્યું કે, ‘મને કોઈ સંરક્ષણની જરૂર નથી. જો તેમની સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને છે, તો તે તેના માટે પોતે જ જવાબદાર રહેશે. અન્ના હઝારે 20 ડિસેમ્બરે તેમના […]

Top Stories India

શુક્રવારે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાને મળેલા ઝેડ પ્લસની સુરક્ષા દૂર કરવાની અપીલ કરી છે. પત્રમાં અન્નાએ લખ્યું કે, ‘મને કોઈ સંરક્ષણની જરૂર નથી. જો તેમની સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને છે, તો તે તેના માટે પોતે જ જવાબદાર રહેશે.

અન્ના હઝારે 20 ડિસેમ્બરે તેમના ગામ રાલેગણ સિધ્ધિમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે મૌનવ્રત કરી રહ્યા છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ મહત્વપૂર્ણ વ્યક્તિઓની સુરક્ષા બદલવાનો નિર્ણય લીધો છે. જેમાં અન્નાની વાય કેટેગરીની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરીમાં કરવામાં આવી છે. તે જ સમયે, ભારતીય ક્રિકેટ ટીમના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની સુરક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

મારી સુરક્ષામાં મોટા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે

CM ઉદ્ધવને લખેલા પત્રમાં અણ્ણાએ કહ્યું છે કે, ‘મંદિરમાં રહેતા મારા જેવા ફકીરને બચાવવા માટે સરકાર મોટા પાયે ખર્ચ કરે છે. લોકો પાસેથી મેળવેલા ટેક્સના પૈસાણો દુરપયોગ મારાથી નથી જોવાતો. અન્ય લોકોણે સુરક્ષા ભલે ઘરેણાં જેવી લાગે પરંતુ મારા માટે આ સજા છે. કેટલાક લોકોએ મને ધમકી આપી છે પરંતુ હું મૃત્યુથી ડરતો નથી. સૈન્યમાં હતો ત્યારે હું એકવાર મોતને માત આપી ચુક્યો છુ. સુરક્ષા હોય તો કોઈ મૃત્યુને માત આપી શકે ઈ વાત ખોટી છે. પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા અને રાજીવ ગાંધીની કડક સુરક્ષા વચ્ચે હત્યા કરવામાં આવી હતી.

સુરક્ષા બદલાવ તાજેતરમાં

ભારત રત્નથી સન્માનિત તેંડુલકરને અત્યાર સુધી ‘એક્સ’ કેટેગરી સુરક્ષા આપવામાં આવી હતી. આ કેટેગરી હેઠળ, 46 વર્ષીય ક્રિકેટરની સુરક્ષા હેઠળ એક પોલીસ જવાન દિવસ-રાત તહેનાત રહેતો હતો. આ સુરક્ષા તેની પાસેથી પાછી ખેંચી લેવામાં આવી છે પરંતુ હવે જ્યારે પણ તે ઘરની બહાર આવશે ત્યારે તેને પોલીસ સુરક્ષા આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આનો અર્થ એ કે તેમની સુરક્ષા હેઠળ વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. તે જ સમયે, અન્ના હઝારેની સુરક્ષાને ‘વાય પ્લસ’ થી વધારીને ‘ઝેડ’ કેટેગરીમાં કરવામાં આવી. ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની સુરક્ષા ‘ઝેડ પ્લસ’ થી ઘટાડીને ‘એક્સ’ કરી દેવામાં આવી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.