Gujarat News/ વિશ્વ કેન્સર દિવસ : 40 હજારથી વધુ નાગરીકો લાઈવ જોડાયા

Cance એ બહારથી આવેલો કોઈ દુશ્મન નથી, પરંતુ આપણી ખોટી આદતોનું પરિણામ છે

Gujarat Top Stories
Cancer

Gujarat News : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘વિશ્વ કેન્સર (Cancer)દિવસ‘ના ઉપલક્ષમાં આજે એક ભવ્ય અને જ્ઞાનવર્ધક ‘યુટ્યુબ લાઈવ સત્ર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનું નેતૃત્વ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ન્યુટ્રીશન નિષ્ણાત ડો. બિશ્વરૂપ રોય ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ લાઈવ સત્રએ જાગૃતિની એક નવી મિસાલ પેશ કરી છે, જેમાં ગુજરાત અને દેશભરમાંથી 40,540થી વધુ આરોગ્ય પ્રેમીઓ એકસાથે ડિજિટલ માધ્યમથી યુટ્યુબ લાઈવ સત્રમાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર (Cancer)જેવી ગંભીર બીમારી પ્રત્યેના ડરને દૂર કરવાનો અને પ્રાકૃતિક જીવનશૈલી તથા સાચા આહાર દ્વારા તેનાથી બચવાના વૈજ્ઞાનિક રસ્તાઓ સમજાવવાનો હતો.

“કેન્સર (Cancer)એ બહારથી આવેલો કોઈ દુશ્મન નથી, પરંતુ આપણી ખોટી આદતોનું પરિણામ છે. યોગ અને પ્રાણાયામ શરીરની અંદર ઓક્સિજનનો એવો ‘વિસ્ફોટ’ કરે છે, જેમાં કેન્સર(Cancer)ના કોષો જીવિત રહી શકતા નથી.” યોગ બોર્ડનું મિશન માત્ર યોગ શીખવવાનું જ નથી, પરંતુ ગુજરાત અને દેશના દરેક ઘરને કેન્સર (Cancer)મુક્ત બનાવવા માટે એક ‘જન-આંદોલન’ ઊભું કરવાનું છે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણો

લાઈવ ઈન્ગેજમેન્ટ: 40,520 થી વધુ લોકોની સહભાગિતાએ આ સત્રને યોગ બોર્ડના અત્યાર સુધીના સૌથી સફળ લાઈવ કાર્યક્રમોમાંનો એક બનાવ્યો છે. સત્રના અંતે તમામ દર્શકોએ પોતાની જીવનશૈલી સુધારવા અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમના અંતે ચેરમેન  શીશપાલજીએ તમામ યોગ કોચ, યોગ ટ્રેનર્સ, કાર્યકર્તાઓ અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ અભિયાનને ઘર-ઘર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.


આ પણ વાંચો : ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…

આ પણ વાંચો : વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?

આ પણ વાંચો : વિશ્વ કેન્સર દિવસ 2026 ‘United by Unique’ થીમ સાથે ગુજરાતમાં મોટા પાયે સ્ક્રીનિંગ અભિયાન