Not Set/ જાણો લોકસભાની ચર્ચા સમયે શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે “કલમ – 370” વિશે ??

17મી લોકસભામાં કોંગ્રેસનાં નેતા મનિષ તિવારી દ્રારા ચર્ચા સમયે વિભાજન અને કાશ્મીર મામલે આપવામાં આવેલા નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા તિખા પ્રહારો સાથે કલમ – 370, વિભાજન અને કાશ્મીર મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર મામલે ચર્ચા દરમિયાન કોંગ્રેસ દ્રારા નિવેદન કરવામાં આવ્યા અને સવાલો કરવામાં આવતા, સવાલોનાં જવાબ આપતા ગૃહમંત્રીએ […]

Top Stories India

17મી લોકસભામાં કોંગ્રેસનાં નેતા મનિષ તિવારી દ્રારા ચર્ચા સમયે વિભાજન અને કાશ્મીર મામલે આપવામાં આવેલા નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા તિખા પ્રહારો સાથે કલમ – 370, વિભાજન અને કાશ્મીર મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીર મામલે ચર્ચા દરમિયાન કોંગ્રેસ દ્રારા નિવેદન કરવામાં આવ્યા અને સવાલો કરવામાં આવતા, સવાલોનાં જવાબ આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે “જમ્મુ-કાશ્મીરની અવમ અને ભારતની અવમ વચ્ચે અંતર બનાવવામાં આવ્યું હતું, કારણ કે ભૂતકાળમાં બનેં વચ્ચે વિશ્વાસ વધારવાનો કોઈ પ્રયાસ થયો નથી. અમિત શાહે જણાવ્યું હતું. કલમ 370નો જ્યાં સુધી સવાલ છે તે કલમ – 370 બંધારણની અસ્થાયી છે, કાયમી કલમ નથી. કલમ – 370 એ આપણા બંધારણનો અસ્થાયી મુદ્દો છે. તેમણે કહ્યું કે જેઓ દેશને તોડી નાખવા માંગે છે, તે ડરવા જોઈએ. જમ્મુ અને કાશ્મીરના લોકોનાં મનમાં ડર ન હોવો જોઇએ.

અમિત શાહે કહ્યું કે મોદી સરકારના આગમન પછી આતંકવાદીઓને સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ” કોંગ્રેસના નેતા મનીષ તિવારી, આજે દેશના ભાગલા પર પ્રશ્નો ઉભા કરે છે. તો હું પૂછવા માંગુ છું કે કોણે દેશને વિભાજિત કર્યો છે ? આજે, ભારત પાસે કાશ્મીરના હિસ્સાનાં એક-તૃતિયાંશ ભાગ નથી, તેવું શા માટે થયું?

આપને જણાવી દઇએ કે લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસનાં નેતા મનિષ તિવારીએ દેશના પાર્ટીશનની સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમારી સરકારે શાંતિ અને સુશાસન ભાજપ સરકારને સોંપ્યું હતું. આ મામલે અમિત શાહે કહ્યું કે આજે દેશમાં કાશ્મીરની જનતાની ચિંતા કરવાવાળી સરકાર છે. આજ દિવસ સુઘી કાશ્મીરમાં લોકોને પંચાયતને પંચ અને સરપંચ પસંદ કરવાનો પણ અધિકાર આપવામાં નથી આવ્યો. છેલ્લા અનેક દાયકાઓથી કાશ્મીરમાં માત્ર ત્રણ પરિવારોએ શાસન કર્યું છે. રાજ્યમાં, ગ્રામ પંચાયત, નગર પંચાયત, બધી જગ્યાએ ગણ્યા ગાંઠીયા પરિવારો એ જ સત્તા ભોગવી છે. આવું કેમ થયું ?

ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કોંગ્રેસને જવાબ આપ્યા પછી સદનમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની તરફેણ કરતું બીલ રજૂ કર્યું તો સાથે સાથે જે એન્ડ કે રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ 2019 માટેની પણ વૈધાનિક દરખાસ્ત રજૂ કરી હતી. અને બનેં બિલને ધ્વની માઘ્યમથી પારીત કરવામા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.