Navsari News : નવસારી (Navsari)માં જનાક્રોશ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. લોકોએ પોતાની ફરિયાદ, તકલીફ,પીડા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારી (Navsari) ના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના જલ મંત્રી છે, પણ અહીંના લોકોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે.
મહિલાઓ પીવાના પાણી માટે કકળાટ કરી રહી છે. ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસો અપાય છે. સરકાર કોઈના પાકા મકાન કે, ઘરનું ઘર તો નથી આપતી પણ વર્ષોથી બાપ દાદાએ બનાવેલા ઘરો તોડવામાં આવી રહ્યા છે.
નવસારી (Navsari) માં ફ્લાવર શોના નામે કરોડો ખર્ચાય છે પણ રસ્તા સારા નથી બનતા
આ નવસારી (Navsari) શહેરમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે. પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા.અહીં દારૂ અને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે. મહિલાઓ આક્રોશ સાથે કહી રહી છે કે, આ દારૂની બદી બંધ કરાવો અમારા ઘરને બરબાદ થતા બંધ કરો.
