Mehsana News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ અમિતભાઈ ચાવડાએ જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહ પ્રસંગે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોને પેકેજના નામે પડીકું આપ્યું વિધે 50 હજારના નુકસાન સામે 3500ની સહાય આપી હતી.
ગુજરાત મા પેકેજના નામે પડીકું
વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારી પદો પર ભરતી નથી થતી અને ભરતીના નામે નાટક થાય છે. વારંવાર પેપરો લીક થાય છે. ઉપરાંત GPSC જેવી પરીક્ષામાં જાતિ જોઈને માર્ક્સ આપવામાં આવે છે.તે સિવાય ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથાના નામે યુવાઓનું શોષણ થાય છે એ બંધ કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
તેમણે કહ્યું હકું કે યુવાઓને સ્થાનિક રોજગાર મળતો નથી. 85 % સ્થાનિક રોજગરનો કાયદો કોંગ્રેસના સમયમાં બનાવેલો છે. કંપનીઓ નિયમોનું પાલન નથી કરતી અને કામદારોને પૂરતું વેતન અને સ્થાનિક રોજગારી મળે એ અમારો સંકલ્પ છે.
ઉપરાંત રાજ્યમાં મહિલાઓની ફરિયાદ છે કે પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ અને ડ્રગ્સ માંગો એટલો મળે છે. હપ્તાખોર સરકાર કોઈની વાત સાંભળતી નથી પરંતુ જરૂર પડશે તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ બહેનો તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું.
પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ માટે ભાવ બોલાય છે અને એમાં પણ હપ્તાના 90 ટકા પૈસા ગાંધીનગર પહોંચે છે. દારૂ, ડ્રગ્સના અડ્ડા બંધ થાય તો હપ્તા બંધ થાય એના લીધે સંસ્કારી ગૃહમંત્રીનાં પેટમાં દુખ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
બીજીતરફ રાજ્યના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે ખાડામાં રસ્તાઓ છે કે રસ્તામાં ખાડાઓ છે એ પણ વિચારવું પડે છે.
તેમણે કહ્યું કે હજુ તો યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે સરકારમાં બેઠેલા લોકોને ગરમી લાગવા માંડી છે. યાત્રાના બીજા ચરણની શરૂઆત મધ્ય ગુજરાતમાં ફાગવેલથી થશે, ત્રીજા ચરણમાં સૌરાષ્ટ્ર, ચોથા ચરણમાં દક્ષિણ ગુજરાત અને પાંચમા ચરણમાં યાત્રા કચ્છ જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે લોકો બોલતા થયા છે પોતાના હક્ક અધિકારો માટે યુવાઓ કહી રહ્યા છે. ગાંધીનગર કુચ કરી ગાંધીનગર વિધાનસભામાં બેઠેલા લોકોના કપડાં ફાડીને પણ અધિકારી લઇશું એવો આ યુવાઓનો આક્રોશ છે.
