summer/ ગરમીથી લોકો ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાત ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં……..

Gujarat Top Stories
Image 41 ગરમીથી લોકો ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું

Gujarat Weather News: સમગ્ર ગુજરાતમાં ગરમી પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના 3 શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રીને પાર પહોચ્યું છે.  દેશમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, ઝારખંડ સહિત 11 રાજ્યોમાં આગામી 3થી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવાની દિશા બદલાતા સીધી અસર તાપમાન પર પણ પડી છે.

ગુજરાત ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી અને સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડિગ્રી, કંડલા, ભાવનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન,કેશોદ ,વલ્લભ વિદ્યાનગર, વડોદરામાં 41 ડિગ્રી, મહુવા, ગાંધીનગર, ડીસામાં 40 ડિગ્રી,અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો અને ગરમીના કારણે અકળામણ અનુભવાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિવૃત આઈએએસ અધિકારી લાંગા અને તેમના પુત્ર વિરૂધ્ધ એસીબીમાં ફરિયાદ

આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો