Not Set/ GST કાઉન્સિલની બેઠકમાં થઇ શકે છે મોટું એલાન, આ ચીજવસ્તુઓ પર લોકોને મળશે રાહત

દેશભરમાં લાગુ કરવામાં આવેલા એકસમાન ટેક્સ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં મોટું એલાન થવાના સંકેત મળી રહ્યા છે. ગુરુવારથી આસામના ગુહાવાટીમાં શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. જીએસટી લાગુ થયાને ત્રણ મહિના બાદ આ બેઠકમાં નવી ટેક્સ પ્રણાલી વિષે સમીક્ષા થઇ શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લોકોને મોટી રાહત […]

India
177378 gst council meeting GST કાઉન્સિલની બેઠકમાં થઇ શકે છે મોટું એલાન, આ ચીજવસ્તુઓ પર લોકોને મળશે રાહત

દેશભરમાં લાગુ કરવામાં આવેલા એકસમાન ટેક્સ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં મોટું એલાન થવાના સંકેત મળી રહ્યા છે. ગુરુવારથી આસામના ગુહાવાટીમાં શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. જીએસટી લાગુ થયાને ત્રણ મહિના બાદ આ બેઠકમાં નવી ટેક્સ પ્રણાલી વિષે સમીક્ષા થઇ શકે છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લોકોને મોટી રાહત મળી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં રોજ બરોજની 200 થી વધુ ચીજવસ્તુઓના દરોમાં ઘટાડો થઇ શકે છે. આ ચીજવસ્તુઓમાં જીએસટીના સ્લેબ 28 ટકામાં બદલાવ થવાના સંકેત છે. પ્રાપ્ત માહિતી મુજબ, 227 ચીજવસ્તુઓમાંથી 165 પર જીએસટી ઘટશે તેથી માત્ર 65 પ્રુડક્ટમાં 28 ટકા સ્લેબ રહેશે

મહત્વનું છે કે, જીએસટી લાગુ થયા બાદ મોદી સરકારનો વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ નિર્ણયથી સરકાર લોકોને રાહત આપીને ચૂંટણીમાં પણ આ અંગે ફાયદો જોવા મળી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.