એન્કાઉન્ટર/ શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી છે. હાલમાં ઘણા આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર છે

Top Stories India
SOILDGER શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી છે. હાલમાં ઘણા આતંકીઓ ઘેરાયા હોવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં એક આતંકી માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘણા આતંકીઓને ઘેરી લીધા છે.આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગરના નૌગામ એન્કાઉન્ટરમાં ખાનમોહના સરપંચ સમીર ભટની હત્યામાં સામેલ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર TRF સંગઠનના આતંકીઓ ફસાયા છે.

આ અગાઉ  દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક સ્થાનિક આતંકવાદીની ઓળખ ઓવૈસ તરીકે થઈ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક એકે-56 રાઈફલ, 3 એકે મેગેઝીન અને 80 એકે રાઉન્ડ ઉપરાંત ગુનાહિત સામગ્રી, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને માહિતી મળી હતી કે અવંતીપોરાના ચારસુ ગામમાં કેટલાક આતંકવાદીઓ હાજર છે. માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે મંગળવારે સવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સર્ચ પાર્ટી એક શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી, છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો.