Not Set/ જમાલ ખાશોગી બન્યા પર્સન ઓફ ધ યર, ટાઇમ મેગેઝીને ચાર પત્રકારને આપ્યું સમ્માન

દુનિયાભરનું ફેમસ મેગેઝીન ટાઇમએ પત્રકાર જમાલ ખાશોગીને અનોખું સમ્માન આપ્યું છે.વર્ષ ૨૦૧૮ના ટાઇમ પર્સન ઓફ ધ યર તરીકે જમાલ ખાશોગીને પસંદ કરવામાં આવ્યા છે. ટાઇમ મેગેઝીનના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે કોઈ મૃત વ્યક્તિને ટાઇમ મેગેઝીનના કવર માટે પસંદ કરવામાં આવ્યા હોય. જમાલ ખાગોશી સહિત બીજા ચાર પત્રકારો અને અખબારનું નામ પણ શામેલ […]

Top Stories World Trending
skynews time person of year 4515577 જમાલ ખાશોગી બન્યા પર્સન ઓફ ધ યર, ટાઇમ મેગેઝીને ચાર પત્રકારને આપ્યું સમ્માન

દુનિયાભરનું ફેમસ મેગેઝીન ટાઇમએ પત્રકાર જમાલ ખાશોગીને અનોખું સમ્માન આપ્યું છે.વર્ષ ૨૦૧૮ના ટાઇમ પર્સન ઓફ ધ યર તરીકે જમાલ ખાશોગીને પસંદ કરવામાં આવ્યા છે.

Image result for time magazine cover as khashoggi

ટાઇમ મેગેઝીનના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે કોઈ મૃત વ્યક્તિને ટાઇમ મેગેઝીનના કવર માટે પસંદ કરવામાં આવ્યા હોય.

જમાલ ખાગોશી સહિત બીજા ચાર પત્રકારો અને અખબારનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સાઉદી પત્રકાર જમાલ ખાશોગી અમેરિકાના નાગરિક હતા.

ઓક્ટોમ્બર મહિનામાં ઈસ્તાબુલ દૂતવાસમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

ખાશોગીને સમ્માન આપતા મંગળવારે ટાઇમ મેગેઝીને કહ્યું છે કે તેમણે સત્યની કિંમત ચૂકવનારા ચાર પત્રકારો અને એક ન્યુઝ પેપરને સમ્માન આપ્યું છે.

Image result for time magazine cover as khashoggi

 જમાલ ખાશોગી સિવાય ફિલીપીન્સના પત્રકાર મારિયા રેસા, રર્યુંતર્સના રિપોર્ટર વા લોન, ક્યાવ સોઈ ઓ કે જેઓ હાલ મ્યાનમારની જેલમાં બંધ છે અને કેપિટલ ગેજેટનો સમાવેશ થાય છે.

ટાઇમ મેગેઝીન વર્ષ ૧૯૨૭ પછીથી દર વર્ષે પર્સન ઓફ ધ યરનું સમ્માન આપતું આવ્યું છે. આ અઠવાડિયાના એડીશન માટે ચાર અલગ મેગેઝીન કવર પબ્લીશ કરવામાં આવ્યા છે. જેમાં દરેક કવર પર સમ્માન આપવામાં આવેલ વ્યક્તિનો ફોટો રાખવામાં આવ્યો છે.