Not Set/ છોટાઉદેપુર: ચોમાસામાં વિદ્યાર્થીઓની હાલત બની કફોડી, પાણીમાં બેસી ભણવાનો આવ્યો વારો

છોટાઉદેપુર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં આવેલા લગામી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની હાલત ચોમાસા દરમિયાન કફોડી બની છે. લગામી ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં  જોવા મળી રહી છે. ચોમાસામાં શાળામાં વર્ગખંડોમાં વરસાદના પાણી ઉતરી રહ્યા છે. જેથી બાળકોને વર્ગખંડની બહાર ખુલ્લામાં ઓરડા નીચે બેસી શિક્ષણ લેવાની ફરજ પડી છે. શાળાના ત્રણ ઓરડાઓમાં પાણી ટપકી રહ્યું છે. […]

Top Stories Gujarat Trending
aw 1 છોટાઉદેપુર: ચોમાસામાં વિદ્યાર્થીઓની હાલત બની કફોડી, પાણીમાં બેસી ભણવાનો આવ્યો વારો

છોટાઉદેપુર

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં આવેલા લગામી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની હાલત ચોમાસા દરમિયાન કફોડી બની છે. લગામી ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં  જોવા મળી રહી છે. ચોમાસામાં શાળામાં વર્ગખંડોમાં વરસાદના પાણી ઉતરી રહ્યા છે. જેથી બાળકોને વર્ગખંડની બહાર ખુલ્લામાં ઓરડા નીચે બેસી શિક્ષણ લેવાની ફરજ પડી છે.

શાળાના ત્રણ ઓરડાઓમાં પાણી ટપકી રહ્યું છે. જેમા બાળકોને બેસાડવમા આવતાં વિધાર્થીઓ ભીંજાઈ જાય છે, તેઓના દફતર અને ચોપડા પણ પલઢી જાય છે. શાળામાં અભ્યાસ કરાતા બાળકોને શિયાળો -ઉનાળો અને ચોમાસામાં શાળામાં પુરતા વર્ગખંડ ન હોવાના કારણે બહાર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો જેના કારણે ચોમાસામાં વિધાર્થીઓનુ આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતીનું નિર્માણા થયું છે.

aw 2 છોટાઉદેપુર: ચોમાસામાં વિદ્યાર્થીઓની હાલત બની કફોડી, પાણીમાં બેસી ભણવાનો આવ્યો વારો

લગામી ગામની પ્રાથમિક શાળામાં ઓરડા બનાવવા માટેની વારંવાર સંબંધિત વિભાગમાં રજુઆત કરવામા આવી હોવાં છતાં આજ દિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

aw 3 છોટાઉદેપુર: ચોમાસામાં વિદ્યાર્થીઓની હાલત બની કફોડી, પાણીમાં બેસી ભણવાનો આવ્યો વારો

શાળામાં શૌચાલય પણ જર્જરિત હાલત હોવાથી તંત્રને વારંવાર રજુઆત કરાઈ હોવા છતાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી નથી.

aw 4 છોટાઉદેપુર: ચોમાસામાં વિદ્યાર્થીઓની હાલત બની કફોડી, પાણીમાં બેસી ભણવાનો આવ્યો વારો

આગામી સમયમાં જો શાળાનું સમારકામ નહિં કરવામાં આવે તો શાળાના શિક્ષકો દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.