Gandhinagar News/ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 5 વર્ષનો કાર્યકાળ કરશે પૂરો, ઓગસ્ટમાં નવા પ્રમુખની જાહેરાત થવાની શક્યતા

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 20 જુલાઈના રોજ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. જેને લઈને  20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે. કોઈ કારણસર ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કર્યું નથી. ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. મંગળવારે ભાજપ દ્વારા વિવિધ રાજ્યમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, તેથી ગુજરાત પ્રદેશ પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ ક્યાં વિસ્તારમાંથી આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપની હાલની સ્થિતિ જોતા નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવશે તેવી અટકળો થઈ રહી છે, કારણકે સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે પછી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, વગેરે સ્થળો પર ભાજપમાં આંતરિક વિખવાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ સ્થિતિ મજબૂત કરવા માટે અને બધાં નેતાઓને સાથે લઈને ચાલે એવા નેતાને પ્રમુખ પદ મળે તેવી સંભાવના જોવા મળી છે.

ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો તેમ છતાં વિસાવદર સીટ જીતી શક્યા નહોતા. તાજેતરમાં થયેલી વિસાવદર પેટાચૂંટણીમાં આ સીટ જીતવા ભાજપે નેતાઓની ફોજ ઉતારી હતી. તેમ છતાં આપ જીતી શક્યું નહોતું. સૌરાષ્ટ્રમાં સંઘ અને સંગઠનમાં મજબૂત ચહેરો હોય તેવા નેતાને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં ભાજપના પ્રમુખ પદને લઈને અનેક નામ ચર્ચાઈ રહ્યા છે. જેમાં રજની પટેલ, જીતુ વાઘાણી, આરસી ફળદુ, ગણપત વસાવા, રાજેશ ચુડાસમા, ઉદય કાણગડ, ભરત બોગરા આ નામ લોક મુખે ચર્ચાઈ રહ્યા છે. પરંતુ ભાજપના પ્રમુખ પદ પર બેસનાર નેતા આરએસએસ અને સંગઠનમાં સ્વચ્છ છબી ધરનાર નેતાને પ્રદેશ પ્રમુખ પદ સોંપે તેવી સંભાવના જોવા મળી રહી છે. કેન્દ્રમાં રાષ્ટ્રીય અધક્ષ નિમનુક પહેલા ગુજરાતને પણ ભાજપ પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થાય છે. તેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ