Kutch news કચ્છ (Kutch) ના અબડાસાના ભાજપના ધારાસભ્ચ પ્રદ્યુમનસિંહ જાડેજા દબાણ હટાવો ઝુંબેશથી ખૂબ જ નારાજ થયા છે. આ સાથે તેઓએ નાના વેપારીઓના દબાણ ન હટાવવામાં આવે તે માટે સરકારને પત્ર (letter) લખીને રજૂઆત પણ કરી છે. તેમણે લખેલા પત્રમાં તેમણે માંગ કરી છે કે, કચ્છમાં દબાણ હટાવો કામગીરીને મુલત્વી રાખવામાં આવે તેમજ નાના વેપારીઓ (Small traders) ને હેરાન ન કરવામાં આવે, ત્યારે બીજી બાજુ ધારાસભ્યે અધિકારીઓ પર આક્ષેપ પણ લગાવ્યો છે કે, અધિકારીઓ ધારાસભ્ચની વાત માનતા નથી,
ધારાસભ્યે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, જો નાના વેપારીઓના દબાણ હટાવી લેવાશે તો તેમની રોજગારી છીનવાઈ જશે તે અંગે પત્રમાં ખુલાસો કર્યો છે. તેમજ આ કામમાં સહકાર મળે તેવી માંગ પણ કરી છે. પોતાના પત્રમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે કહ્યું છે કે, સરકાર ખનીજ ચોરીને બંધ કરાવે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નાના વેપારીઓ સામે પગલાં લેવામાં આવે છે.
પોતાના પત્રમાં ધારાસભ્યે કહ્યું કે, બિલ્ડરો અને ભૂમાફિયાઓ પાસેથી જમીન ખુલ્લી કરાવો તો ખબર પડશે કે, કેટલા અધિકારીઓ પ્રામાણિક છે કે અપ્રામાણિક છે તે જાણ થઈ જશે. ઉપરાંત આ પત્રમાં ગુનેગારોને ટાંકીને કહ્યું કે, ગુનેગારોનું દબાણ હટાવવું યોગ્ય છે. પરંતુ કોઈ માણસ પર નાના મોટા કેસો થયેલા હોય, એકેય કેસ બાકી ન હોય તેમજ તેઓ સામાજિક જીવન ગુજારી રહ્યા હોય તેમને નોટિસો આપીને દબાણ હટાવીને માનસિક ત્રાસ આપવો તે અયોગ્ય છે.
આ પણ વાંચો: ગુજરાતે સેટેલાઇટ લોન્ચપેડ માટે કચ્છ અને ધોલેરાની પસંદગી કરી
આ પણ વાંચો: કચ્છમાં BSF માટે સર્વે કરવા આવેલા એન્જિનિયરનો મળ્યો મૃતદેહ,4 દિવસથી હતો ગુમ
