Anand News/ ખંભાતમાં કોન્સ્ટેબલે લાંચ માંગતા ACBએ છટકું ગોઠવી ધરપકડ કરી

જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યા

Top Stories Gujarat

Anand News: ખંભાત(Khambhat)માં રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના કોન્સ્ટેબલે (Constable) રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવી આરોપી રોશનકુમાર વણકર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન(Prohibition)નો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી.

જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા 30000 રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા 1500000ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને એ.સી.બી. ના ટોલ ફ્રી નં. 1064 ઉપર સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ બાદમાં આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ આપી હતી.

જેથી એ.સી.બી.એ ફરિયાદીની ફરિયાદ આધારે 16 જાન્યુઆરીએ લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. એ.સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાંચીયા અનાર્મ પોલીસ કોન્સટેબલ રોશનકુમાર જગદીશભાઇ વણકર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:વડોદરા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:કોન્સ્ટેબલ સામે લાંચની માંગણી અંગે ACBએ ગુનો દાખલ કર્યો