New Delhi News: ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ (D. Gukesh), ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન (Major Dhyanchand Khel Ratna Award) એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(President Droupadi Murmu)એ શુક્રવારે રમત મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારોહમાં તેમને એવોર્ડ આપ્યો હતો.
ડી ગુકેશે તાજેતરમાં ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવનાર તે વિશ્વનો સૌથી યુવા ચેસ ખેલાડી છે. ગુકેશ ઉપરાંત, બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર, પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ વિજેતા હાઈ જમ્પર પ્રવીણ કુમારને દેશના સર્વોચ્ચ રમત સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. તેણીએ 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી. તેમના બે મેડલ સાથે, ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.

હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સ 2022 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દરમિયાન, હરમનપ્રીતે ત્રણ વખત FIH એવોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે.

પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં એશિયન રેકોર્ડ સાથે પુરુષોની હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા. ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પ્રવીણે T64 ઇવેન્ટમાં કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2.08 મીટરની ઊંચાઈ પાર કરીને ઇતિહાસ રચ્યો.

આ પણ વાંચો:ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ, યુવા વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશનું સ્વાગત કરવા ચેન્નાઈ પહોંચ્યા
આ પણ વાંચો:ગુકેશ બન્યો વર્લ્ડ ચેમ્પિયન : 14મી ગેમમાં અગાઉના વિજેતાને હરાવ્યો,ટાઇટલ જીતનાર સૌથી યુવા
