Ahmedabad Sports News : ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી દેવ અજય પટેલે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનેલા જીએમ ડી. ગુકેશનું ચેન્નાઈ ખાતે ભવ્ય સ્વાગત કર્યું છે. યોગાનુયોગ દેવ પટેલ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સૌથી યુવા સચિવ પણ છે.
સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે પ્રચંડ પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ પર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. દેવ પટેલે ગુકેશને અભિનંદન પાઠવતા કહ્યું કે, “ગુકેશની આ સિદ્ધિ ભારતીય ચેસ માટે સુવર્ણ અધ્યાય ઉમેરશે. તેણે બાળપણથી જ ચેસમાં જે પ્રતિભા દર્શાવી છે, તે પ્રેરણાદાયી છે.”
ડી ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી દીધી છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયન 2024નો ફાઇનલ મુકાબલો ગુરુવારે સિંગાપોરમાં રમાયો હતો. આ મુકાબલો ડી ગુકેશ અને વિરુદ્ધમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચીનનો ચેસ માસ્ટર ડિંગ લીરેન વચ્ચે રમાયો હતો. ટાઇટલ મેચમાં ડી ગુકેશે 14મી રમતમાં ડીંગ લિરેનને હરાવી ટાઇટલ કબજે કર્યું હતું.
આ પણ વાંચો: 17 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ… ચેસમાં 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો: ચેસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન 18 વર્ષના ડી ગુકેશના નામમાં જ રહસ્ય
આ પણ વાંચો: ગુકેશની જેમ તમારૂ બાળક પણ ચેસ ચેમ્પિયન બની શકે છે! જાણો વિસ્તૃતથી
