ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. આ બાદ ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી દીધી છે. વર્લ્ડ ચેસ ચેમ્પિયન 2024નો ફાઇનલ મુકાબલો ગુરુવારે સિંગાપોરમાં રમાયો હતો. આ મુકાબલો ડી ગુકેશ અને વિરુદ્ધમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચીનનો ચેસ માસ્ટર ડિંગ લીરેન વચ્ચે રમાયો હતો. ટાઇટલ મેચમાં ડી ગુકેશે 14મી રમતમાં ડીંગ લિરેનને હરાવી ટાઇટલ કબજે કર્યું હતું.
ડી ગુકેશ તેના નામના કારણે પણ વિખ્યાત હોઈ શકે છે, જેમ કે ડી ગુકેશના નામનો અર્થ સદગુણ થાય છે, તેનો અર્થ શક્તિનું પ્રતિબિંબ અને તેજ બુદ્ધિ દર્શાવે છે. તેના નામમાં જ તેના ચેસ પ્રત્યેનો લગાવ અને પ્રેમની લાગણી જોઈ શકાય છે. સદગુણ એટલે તૃષ્ણા ઉપર બુધ્ધિનો અંકુશ. તેથી જ ડી ગુકેશ નામ સદગુણોથી મગજને પ્રયત્નશીલ રાખીને જાગૃત અવસ્થામાં ચેસમાં વર્લ્ડનો ચેમ્પિયન બન્યો છે.