સુરતના અભેટા ગામ નજીક જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસમાંથી યુવાન શંકાસ્પદ રીતે નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે સેગવા ગામથી લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર જઈ રહી હતી દરમિયાન યુવક થૂંકવા જતા નીચે પડી ગયો હતો. જે બાદ યુવકને સિવિલ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો :તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ
આપને જણાવી દઈએ કે,ઓલપાડના સેગવા ગામથી લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ લઈ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર આવી રહ્યાં હતાં. અભેટા ગામ નજીક ભુપેન્દ્ર કરશન સુરતી ચાલુ બસે વિમલ ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. 108ની મદદથી ઇજાગ્રસ્ત ભુપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.
આ પણ વાંચો :રાજકોટ ભાજપના બોર્ડમાં વિજય રૂપાણીના નામને લઇ વકર્યો વિવાદ
મૃતકના નાનાભાઈ રણજિત સુરતીએ જણાવ્યું હતું કે, ભાઈ ભુપેન્દ્ર ડાયવોર્સી હતો. એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મંગળ વારના રોજ મિત્ર સાથે ગયો હતો. ત્યારબાદ મળસ્કે અકસ્માતની જાણ થઈ હતી. ભુપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ પણ વાંચો :નોનવેજ અને ઈંડાની લારી બાબતે સરકાર, વેપારીઓ અને જનતાનાં અલગ મંતવ્ય
આ પણ વાંચો : CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરવામાં આવી શકે ચર્ચા
આ પણ વાંચો :રાજ્યમાં ઠંડી વધતા તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં નોંધાઇ સૌથી વધુ ઠંડી
