Not Set/ નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે, ડેમના 15 ગેટ ખોલાયા

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ સપાટી 133.70 મીટર સુધી પહોચી ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 4 લાખ ક્યુસેક કરતા પણ વધારે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર નર્મદા ડેમનાં 15 ગેટને 3.07 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. જો કે હાલમાં સ્થિતિ ભયજનક નથી. નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોચી ગઇ […]

Gujarat Others

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. આ સપાટી 133.70 મીટર સુધી પહોચી ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 4 લાખ ક્યુસેક કરતા પણ વધારે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર નર્મદા ડેમનાં 15 ગેટને 3.07 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. જો કે હાલમાં સ્થિતિ ભયજનક નથી.

નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોચી ગઇ છે. નવા નીરની આવક થતા ગુજરાતમાં આવનારા સમયમાં પાણીને લઇને કોઇ ચિંતા રહે તેવો પ્રશ્ન આવે તેની સંભાવનાઓ ના બરાબર છે. રાજ્યમાં 89 ટકા વરસાદ પડ્યો છે. આપને જણાવી દઇએ કે, ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાં 4 લાખ ક્યુસેક પાણી છોડાવાના કારણે હાલ નર્મદા ડેમની જળસપાટી વધી ગઇ છે. ડેમમાં આવક વધારે થવાના કારણે 15 ગેટને પણ ખોલી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદનાં વિરામ બાદ એકવાર ફરી મેઘરાજા પરત ફર્યા છે જેના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં હજુ વધારો નોંધાઇ શકે છે.

નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા નર્મદાનાં આસપાસનાં વિસ્તારો સાથે ભરુચનાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેવી પણ વકી છે કે જો હવે ભારે વરસાદ પડે છે તો તેના કારણે અહીનાં જળસ્તરમાં પણ વધારો થશે જેને લઇને ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.